Home /News /national-international /

સીટ બેલ્ટને લઈને પોલીસ સાથે બોલાચાલી, યુવકે પોતાને લગાડી લીધી આગ

સીટ બેલ્ટને લઈને પોલીસ સાથે બોલાચાલી, યુવકે પોતાને લગાડી લીધી આગ

ઇજાગ્રસ્ત કેબ ડ્રાઈવર

પોલીસે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા 21 વર્ષના મળિકંદનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

    ચેન્નાઈમાં કથિત રીતે સીટ બેલ્ટ નહીં પહેરવા પર પોલીસ દ્વારા દંડ ફટકારવાને લઈને થયેલી બોલાચાલી બાદ એક કેબ ડ્રાઇવરે પોતાની જાતને આગ લગાડી લીધી હતી.

    પોલીસે જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ થયેલા 21 વર્ષના મળિકંદનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

    પોલીસે જણાવ્યું કે, તિરુનેલવેલી જિલ્લાના રહેવાસી યુવક કથિત રીતે સીટ બેલ્ટ પહેર્યા વગર કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

    યુવકે દંડ પણ ભરી દીધો હતો, પરંતુ ટ્રાફિક પોલીસ સાથે તેનો ઝઘડો થઈ ગયો હતો. યુવકે તેના મોબાઈલ ફોનમાં પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની તસવીર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

    બાદમાં ચાલકે અચાનક પોતાની કારમાંથી પેટ્રોલ કાઢ્યું હતું અને પોતાના શરીર પર છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. ઘટના બાદ યુવકના સાથી કેબ ડ્રાઇવર્સે રસ્તો જામ કરી દીધો હતો.

    હોસ્પિટલના ડીન પી વસંથમનીએ કહ્યું કે, ડ્રાઇવર ગંભીર રીતે દાઝી ગયો છે, ડોક્ટર્સની એક ટીમ તેની સારવાર કરી રહી છે.

    ઘટના બાદ પોલીસ કમિશ્નર એકે વિશ્વનાથને ડ્રાઇવર સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chennai cab driver, Chennai traffic police, Seat belt, Set himself on fire, ટ્રાફિક પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन