MBA પાસ યુવતીએ અચાનક બધુ છોડવાનો લીધો નિર્ણય, પકડ્યો સંયમનો માર્ગ

ધરતીએ કહ્યું કે, સન્યાંસનો અર્થ હકીકતમાં કાંટાળો સફર હોય છે પરંતુ તે આપણને મોક્ષ તરફ લઈ જાય છે. માતા-પિતા પાસેથી મળેલા સંસ્કાર અને સાધુ-સાધ્વીઓનું સાનિધ્ય મળે છે

ધરતીએ કહ્યું કે, સન્યાંસનો અર્થ હકીકતમાં કાંટાળો સફર હોય છે પરંતુ તે આપણને મોક્ષ તરફ લઈ જાય છે. માતા-પિતા પાસેથી મળેલા સંસ્કાર અને સાધુ-સાધ્વીઓનું સાનિધ્ય મળે છે

  • Share this:
    ચેન્નાઈ માધાવરમમાં તેરાપંથ ધર્મસંઘના આચાર્ય મહાશ્રમણના સાનિધ્યમાં 11 નવેમ્બરે જૈન શ્રમણી દીક્ષા લેવા જઈ રહેલી મુમુક્ષુ ધરતી ધોકાનું મંગલભાવના સમારોહ મુનિ સુરેશકુમારના સાનિધ્યમાં 'હરનાવાં'નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા તરફથી આચાર્ય તુલસી ચૌકમાં આવેલા કાલુ કલ્યાણ કુંજના સમારોહમાં મુમુક્ષુ 31 વર્ષીય ધરતીએ કહ્યું કે, સંયમ બંધન નહીં સુરક્ષા કવચ છે. તે આપણને પોતાની જાત સાથે જોડે છે.

    સન્યાંસનો અર્થ હકીકતમાં કાંટાળો સફર હોય છે પરંતુ તે આપણને મોક્ષ તરફ લઈ જાય છે. માતા-પિતા પાસેથી મળેલા સંસ્કાર અને સાધુ-સાધ્વીઓનું સાનિધ્ય મળે છે. હું આઈએએસ બનવા માંગતી હતી પરંતુ હવે આચાર્ય મહાશ્રમણના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરવા જઉં છું.

    ધર્મસભામાં મુનિ હરનાવાએ કહ્યું કે, તેરાપંથ અમારા માટે વરદાન છે. જે આ શાસન અંતર્ગત આવે છે તેમનું નસીબ બદલાઈ જાય છે. મુનિ સંબોધ કુમારે સંયોજન કરતા કહ્યું કે, જીવનનો ઉદ્દેશ નક્કી હોવો જોઈએ. લોકો અહીં આંખો ખોલે છે અને બંધ કરી લે છે પરંતુ તે જીવનનો કોઈ અર્થ નથી હોતો.

    નોંધનીય છે કે, શરૂઆતથી જ ભણવામાં હોશિયાર ધરતીએ એમબીએ પછી દિલ્હી અને અમદાવાદમાં સિવિસ સેવા પરિક્ષા માટે કોચિંગ પણ લીધા હતાં. મુમુક્ષુના પિતા અને બહેને પણ ભાવ વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તેઓ સતત રડતાં રહ્યા હતા. સૂરતમાં રહેતા વેપારી પુખરાજ ધોકાએ મુનિ સુરેશ કુમારના સૂરત ચર્તુમાસને યાદ કરીને કહ્યું હતું કે, મુનિ પ્રવરનો સ્નેહ અમને અહીં સુધી લઈ આવ્યો છે. તેમની બહેન ખૂશ્બુ ગોલછાએ પણ ભાવપૂર્ણ વિચારો અભિવ્યક્ત કર્યા હતા.
    Published by:Sanjay Vaghela
    First published: