વિશાખાપટ્ટનમઃ વાલ્વ ખરાબ થવાથી ઝેરી ગેસ લીક થયો, 11નાં મોત, 5 ગામ પ્રભાવિત

News18 Gujarati
Updated: May 7, 2020, 4:08 PM IST
વિશાખાપટ્ટનમઃ વાલ્વ ખરાબ થવાથી ઝેરી ગેસ લીક થયો, 11નાં મોત, 5 ગામ પ્રભાવિત
ફેક્ટરીથી ઝેરી ગેસ લીક, આંખમાં બળતરા અને શ્વાસની તકલીફની સાથે 5000 લોકો બીમાર

ફેક્ટરીથી ઝેરી ગેસ લીક, આંખમાં બળતરા અને શ્વાસની તકલીફની સાથે 5000 લોકો બીમાર

  • Share this:
અમરાવતીઃ આંધ્ર પ્રદેશ સ્થિત વિશાખાપટ્ટનમ ( Visakhapatnam Andhra Pradesh)માં આર.એસ. વેંકટપુરમ (RR Venkatapuram) ગામમાં એલ.જી. પોલિમર ફેકટરીમાં રસાયણિક ગેસ લીકેજ થવાથી અત્યાર સુધી 11 લોકોનાં મોત થયા છે. મળતી જાણકારી મુજબ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ લોકોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્લ્યૂલન્સ પહોંચી હતી. મળતી માહિતી મુજબ ઓછામાં ઓછા 5,000 લોકો બીમાર થઈ ગયા અને 11 લોકોનાં મોત થઈ ગયા. NDMAના જણાવ્યા મુજબ વાલ્વ ખરાબ થવાના કારણે ઝેરી ગેસ લીક થવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ કંપની સામે આકરી કાર્યવાહી કરવાના આપવાની સાથોસાથ દુર્ઘટનામાં ભોગ બનેલા અને ગંભીર સ્થિતિમાં છે તેમના માટે વળતરની જાહેરાત કરી છે.

વાલ્વ ખરાબ થવાથી ઝેરી ગેસ લીક થયોઃ NDMA

આ દુર્ઘટના વિશે બ્રીફિંગ આપતાં NDMAએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ગેસ વાલ્વમાં મુશ્કેલી સર્જાતા આ દુર્ઘટના થઈ છે. ગુરુવાર વહેલી પરોઢે 2:30 વાગ્યે વાલ્વ ખરાબ થઈ ગયો અને ઝેરી ગેસ લીક થવા લાગ્યો. હજુ અધિકારીઓની ટીમ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

મૃતકોના પરિવારને એક કરોડનું વળતર

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ આ દુર્ઘટના દુઃખ વ્યક્ત કરવાની સાથોસાથ કહ્યું છે કે એલજી પોલિમર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગેસ લીક કાંડમાં ભોગ બનેલા લોકોના પરિવારને 1 કરોડનું વળતર આપવાની જાહેરાત કરી છે. જે લાકોને ગંભીર સ્થિતિમાં વેન્ટિલેટર રાખવા પડ્યા છે તેમને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.


GVMC આયુક્ત શ્રીજનાએ જણાવ્યું કે, પ્રાથમિક રિપોર્ટ મુજબ પોલી વિનાઇલ ક્લોરાઇડ ગેસ (કે સ્ટાયરીન હોઈ શકે છે) એલજી પોલિમર, વિશાખાપટ્ટનમમાં ગોપાલપટ્ટનમની પાસે વેપગુંટાથી આજે લગભગ 2:30 વાગ્યે લીક થયો. ગેસ લીકેજના કારણે હજારો લોકો આ કમ્પાઉન્ડમાં ફસાઈ ગયા અથવા તો બેભાન થઈ ગયા કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ.

આ પણ વાંચો, વિશાખાપટ્ટનમઃ ગેસ લીક થતાં રસ્તાઓ પર બેભાન પડ્યા હતા લોકો, બાળકોથી હૉસ્પિટલો ઉભરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઘટના પર પ્રતિક્રયા આપતાં કહ્યું કે, વિશાખાપટ્ટનમના સંબંધમાં એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત કરી છે. તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમમાં તમામની સુરક્ષા એન કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.


કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આંધ્ર પ્રદેશના કૉંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓને ગેર લીકેજની ઘટનાથી પ્રભાવિત લોકોને તમામ આવશ્યક સહાયતા પૂરી પાડવાનો આગ્રહ કર્યો છે.ઝેરી ગેસ લીકેજ થતાં નાના બાળકોને પણ તકલીફ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.


જિલ્લા ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (ડીએમએચઓ)એ જણાવ્યું કે, આર.આર. વેંકટપુરમ ગામ સ્થિત એલજી પોલિમર ઉદ્યોગમાં રસાયણિ ગેસ લીકેજ બાદ એક બાળક સહિત 3 લોકોનાં મોત થયા છે.


આ પણ વાંચો, લૉકડાઉનમાં મહિલાઓ સાથે થતી ઘરેલૂ હિંસામાં ધરખમ વધારો નોંધાયો!

એલ.જી. પોલિમર ઉદ્યોગમાં રસાયણિક ગેસ લીકેજ થવાના અહેવાલ છે


નગર આયુક્તે ત્રણ મોતની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા મુજબ સંખ્યા વધુ થઈ શકે છે. મળતી જાણકારી મુજબ આ ગેસ ત્રણ કિલોમીટરના વ્યાપમાં ફેલાયો છે અને કેટલાક ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો, બુદ્ધ પૂર્ણિમા પર બની રહી છે દુર્લભ યુતિ, મળી શકે છે ઉત્તમ ફળ


First published: May 7, 2020, 8:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading