CoronaVirus : મહિલાનું દર્દ છલકાયું, "શું હું આવી હૉસ્પિટલ માટે 19 વર્ષની ઉંમરથી ટેક્સ ભરું છું?

News18 Gujarati
Updated: March 16, 2020, 1:00 PM IST
CoronaVirus : મહિલાનું દર્દ છલકાયું,
કસ્તૂરબા હોસ્પિટલ મુંબઇ

"કદાચ કોરોના વાયરસથી તો આપણે બચી જઇશું પણ આ હોસ્પિટલની ગંદકીના કારણે બીજી બિમારીઓથી..!"

  • Share this:
દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કેસની વચ્ચે સ્વાસ્થય સુવિધાની ખામીઓ હવે સામે આવી રહી છે. એક તરફ જ્યાં વિભિન્ન રાજ્યની સરકારો દાવો કરી રહી છે કે કોવિડ 19થી સંક્રમિત લોકોની દેખરેખ માટે તેમની વ્યસ્થા એકદમ શ્રેષ્ઠ છે. ત્યાં લોકો દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતી તસવીરો કંઇક બીજી જ વાત કહે છે. જાણીતી શેફ અમૃતા રાયચંદ (Chef Amrita Raichand) આવી જ કેટલીક તસવીરો શેર કરીને સરકારની પોલ છતી કરી છે. સાથે જ અમૃતા રાયચંદે સવાલ કર્યો છે કે શું આ કારણે 19 વર્ષની ઉંમરથી હું ટેક્સ આપી રહી છું કે જેથી હું આવી હોસ્પિટલમાં રહું?

રાયચંદે પોતાની ઇન્સ્ટા પોસ્ટમાં કહ્યું કે છે કોરોના વાયરસ સંક્રમિત લોકોના માટે આઇસોલેશન વોડ બનવામાં સરકારની અનેક ત્રુટીઓ રહી ગઇ છે. તેણે લખ્યું કે "19 વર્ષ ઉંમરથી કે કમાવાનું શરૂ કર્યું છે ત્યારથી ઇમાનદારીપૂર્વક હું ટેક્સ આપી રહી છું. પણ આ સિસ્ટમથી હું સંપૂર્ણપણે નિરાશ થઇ ગઇ છું. ઇશ્વર ના કરે અને મારા કે મારા પરિવારના કોઇ વ્યક્તિને કોરોના વાયરસ સંક્રમણ થાય તો શું મારે પણ આ પ્રકારની હોસ્પિટલમાં રહેવું પડશે? આ સરકારી કસ્તૂરબા હોસ્પિટલ (Kasturba Hospital Mumbai) છે. જ્યાં તમામ સંદિગ્ધ દર્દીઓને એક બીજાની ખૂબ જ નજીક રાખવામાં આવ્યા છે. અહીં ગંદકી પણ છે. અને બિલાડીઓ પણ ફરે છે. તમે અહીં કંઇ ખાઇ પી પણ નથી શકતા."
 View this post on Instagram
 

Truly disappointed in our system & In knowing that despite being an honest tax payer since I started earning from the age of 19, l will be subjected to a hospital like this if God forbid, my family or I need to be tested or test positive for corona virus! This is Kasturba hospital, a government hospital & probably the only one for anyone in the city to be tested or treated for COVID-19. A friend was conscientious enough to go there to be tested as he felt symptomatic! He was first given the option of not getting admitted if he didn’t want to really consider doing the test, on his insistence, he was kept in the general ward with 40 other patients and a few cats. The beds of all suspected patitents were close to each other. The place was filthy to say the least, he could not eat and drink as he did not at any cost want to use the deplorable loo! He was provided no info about the result, after 24 hrs he was asked to wait another 2 hrs as that is the amount of time it would take to get the doctor’s signature to discharge him as he had tested negative! When the suspected patients started protesting the next day saying that they will walk out if they don’t know the result by 6 pm, the hospital took the initiative to deploy 20 police personnel to surround the hospital. The question to be asked here is, that if you can organise so many people to force patients to stay but cannot get 2 extra staff to keep this place clean so that the patients don’t mind staying? We knew a pandemic was coming, couldn’t the place Atleast be cleaned up and be provided with basic sanitations? When we invite people to our homes, or people like President Trump to our country, we clean up and beautify our surroundings. This is a far more important & a bigger crisis in hand. It’s about basic human rights! Something we are entitled to! Through various platforms it is being preached to us to wash our hands & maintain cleanliness to protect ourselves from the virus!!! BUT NONE OF THE HOSPITALS SEEM TO HAVE EVEN BASIC SANITATION REQUIREMENTS! My thought is that We may survive the virus but we may die of other diseases contracted at these hospitals! @cmomaharashtra_ @I @my_bmc @adityathackeray


A post shared by Chef Amrita Raichand (@amritaraichand) on Mar 15, 2020 at 2:38am PDT
વધુમાં તેણે લખ્યું કે તેમના મિત્રના ટેસ્ટના પરિણામ પણ હજી સુધી નથી મળ્યા. અમૃતા કહ્યું કે "તેના ટેસ્ટ વિષે પણ કંઇ કહેવામાં નથી આવ્યું. 24 કલાક પછી પણ તેમને 2 કલાક રાહ જોવાનું કહ્યું છે." ઉલ્લેખનીય છે કે અમૃતાનો એક મિત્ર અહીં કોરોના વાયરસની તપાસ કરવવા માટે આવ્યો હતો. અને તેના માધ્યમથી અમૃતાને આ તસવીરો મળી હતી. જે અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સવાલો કર્યા છે. વધુમાં તેણે કહ્યું કે જ્યારે દર્દીઓએ સુવિધા અને કામમાં ઢીલ અંગે પ્રદર્શન કર્યું તો હોસ્પિટલમાં 20 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા. સાથે જ તેણે કહ્યું કે આ અમારા મૂળભૂત અધિકારો છે. અને હોસ્પિટલમાં સ્વચ્છતા જેવી વાતો મેળવવાના આપણે હકદાર છીએ. જ્યારે ટ્રંપ જેવા લોકો અહીં આવે છે તો આપણે બહુ સાફ સફાઇ બતાવીએ છીએ. તો આ પણ જરૂરી છે!"

વધુમાં અમૃતાએ કહ્યું કે "વિવિધ પ્લેટફોર્મ દ્વારા આપણે હાથ સાફ રાખવા અને સ્વચ્છતા બનાવી રાખવાની વાત કરીએ છીએ. પણ હોસ્પિટલમાં આવી જરૂરી સ્વચ્છતા નથી આપતા. મને લાગે છે કે આપણે વાયરસથી તો કદાચ બચી જઇશું પણ આ હોસ્પિટલ દ્વારા બીજી બિમારીઓના કારણે કદાચ આપણે ના મરી જઇએ."

For more Solutions from CBSE Board, please Click here:

First published: March 16, 2020, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading