Home /News /national-international /VIDEO: નામીબિયાથી લાવેલ ચિત્તો કૂનો નેશનલ પાર્કમાંથી નીકળીને બાજૂમાં ગામમાં ઘુસી ગયો

VIDEO: નામીબિયાથી લાવેલ ચિત્તો કૂનો નેશનલ પાર્કમાંથી નીકળીને બાજૂમાં ગામમાં ઘુસી ગયો

kuno national park

આપને જણાવી દઈએ કે, મોનિટરિંગ ટીમ ચિત્તાને પાછો કૂનો નેશનલ પાર્કમાં લાવવાની કોશિશમાં લાગેલી છે. પણ હાલમાં સફળતા મળી નથી. DFOના જણાવ્યા અનુસાર, નામીબિયાથી લાવેલા ચિત્તામાંથી ઓબાન નામનો એક ચિત્તો ઝાર બરૌડા ગામમાં ઘુસી ગયો હતો.

ભોપાલ: કૂનો નેશનલ પાર્કમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. કહેવાય છે કે, અહીંથી એક ચિત્તો જેનું નામ ઓબાન છે, તે ત્યાંથી નીકળીને નજીકના ગામમાં પહોંચી ગયો હતો. જેને લઈને ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. તો વળી ચિત્તાનું લોકેશન ટ્રેસ કરતા વન વિભાગ તથા મોનિટરિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને તેના પર દેખરેખ રાખી રહી છે.



આપને જણાવી દઈએ કે, મોનિટરિંગ ટીમ ચિત્તાને પાછો કૂનો નેશનલ પાર્કમાં લાવવાની કોશિશમાં લાગેલી છે. પણ હાલમાં સફળતા મળી નથી. DFOના જણાવ્યા અનુસાર, નામીબિયાથી લાવેલા ચિત્તામાંથી ઓબાન નામનો એક ચિત્તો ઝાર બરૌડા ગામમાં ઘુસી ગયો હતો. આ ગામ કૂનો નેશનલ પાર્કથી લગભગ 20 કિમી દૂર પર આવેલ છે. સૂચના મળતા વન વિભાગ અને ચિત્તા મિત્ર ઘટનાસ્થળે પહોંચીને ચિત્તાને પાછા જંગલ તરફ મોકલવાના પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઉનાળો આવતા જ માર્કેટમાં આવી ગયા ડિઝાઈનર માટલા, દેશી ફ્રીજની આટલી છે કિંમત

ચિત્તાએ મોડી રાતે એક ગાયનો શિકાર કર્યો


શનિવાર-રવિવારની રાતે ઓવાન ચિત્તો ઝાર બડૌદા ગામથી થોડી દૂર ખેતરમાં બાંધેલી એક ગાયનો શિકાર કર્યો છે. ગામના લોકો ચિત્તાને જોવા માટે ઝાડ પર ચડીને બેઠા છે. આ સમાચાર મળતા ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અને પોતાની સુરક્ષાને લઈને ડર સતાવી રહ્યો છે.
First published: