Home /News /national-international /

રક્ષાબંધન-ગણેશ ચતુર્થી પર ટ્રાવેલ પ્લાન છે? જાણો ક્યાં જરૂરી છે RT-PCR રિપોર્ટ, વેક્સીનેશન સર્ટિફિકેટ

રક્ષાબંધન-ગણેશ ચતુર્થી પર ટ્રાવેલ પ્લાન છે? જાણો ક્યાં જરૂરી છે RT-PCR રિપોર્ટ, વેક્સીનેશન સર્ટિફિકેટ

રક્ષાબંધન-ગણેશ ચતુર્થી પર ટ્રાવેલ પ્લાન? જાણો ક્યાં જરૂરી છે RT-PCR રિપોર્ટ, વેક્સીનેશન સર્ટિફિકેટ

Coronavirus In India- કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ઓગસ્ટ મહીનાથી દેશમાં તહેવારોની સિઝન શરૂ થઇ જશે

    નવી દિલ્હી : કોરોના વાયરસ સંક્રમણની (Coronavirus In India) ત્રીજી લહેરની (3rd Wave)આશંકા વચ્ચે ઓગસ્ટ મહીનાથી દેશમાં તહેવારોની સિઝન શરૂ થઇ જશે. રક્ષાબંધન (Raksha Bandhan), ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi)તહેવાર દેશભરમાં મનાવવામાં આવશે. જોકે અલગ-અલગ રાજ્યોમાં પોતાની સરહદમાં પ્રવેશ માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે. કોઇ રાજ્યમાં RT-PCRની નેગેટિવ રિપોર્ટ જરૂર છે તો ક્યાંક વેક્સીનેશન સર્ટિફિકેટની. આવો અમે તમને જણાવીએ છીએ કે કયા રાજ્યમાં જવા માટે RT-PCR રિપોર્ટ કે વેક્સીન સર્ટિફિકેટની જરૂરત છે.

    છત્તીસગઢ સરકારે મંગળવારે રાજ્યમાં એરપોર્ટથી પહોંચનાર યાત્રીઓ માટે ઉડાનમાં સવાર થવાના 96 કલાકની અંદર કરેલા RT-PCR નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો અનિવાર્ય કરી દીધો છે.

    કર્ણાટક સરકારે કેરળ અને મહારાષ્ટ્રથી રાજ્યમાં આવનાર લોકો માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરી દીધો છે.

    આ પણ વાંચો - YouTube દર મહિને 7 લાખ રૂપિયાથી વધારે કમાણી કરવાની આપી રહ્યું છે તક, ચેક કરો ડિટેલ્સ

    રાજ્યમાં વધી રહેલા કોવિડ મામલાને જોતા હિમાચલ પ્રદેશે રાજ્યમાં પ્રવેશ કરનાર પર્યટકો માટે 72 કલાક જૂના RT-PCR અનિવાર્ય કર્યા છે. જો તમને એક ડોઝ મળ્યો છે કે બે ડોઝ મળ્યા છે તો તમે વેક્સીનેશન સર્ટિફિકેટ સાથે રાજ્યમાં આવી શકો છો.

    5 ઓગસ્ટથી કેરલથી તમિલનાડુની યાત્રા કરનાર ચેન્નઈ ત્યારે જ આવી શકે છે જ્યારે RT-PCR ટેસ્ટ નેગેટિવ સર્ટિફિકેટ આપશે. તમે કોઇપણ સાધનમાં રાજ્યમાં પ્રવેશ કરો રિપોર્ટ હોવો જરૂરી છે.

    ગોવાએ કેરલથી આવનાર યાત્રીઓ માટે RT-PCR રિપોર્ટ અનિવાર્ય કરી દીધો છે.

    પશ્ચિમ બંગાળ સરકારે પૂણે, મુંબઈ અને ચેન્નાઈથી આવનાર યાત્રીઓ માટે RT-PCR રિપોર્ટ અનિવાર્ય છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus in India, Ganesh Chaturthi, Raksha bandhan, Rt pcr reports, Vaccine certificates

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन