બેંકનું કોઈપણ કામકાજ હોય તો આજે જ પતાવી લો, સળંગ ત્રણ દિવસ બેંક રહેશે બંધ

પ્રતીકાત્મક તસવીર.

આઠમી મે એટલે કે શનિવારે મહિનાનો બીજો શનિવાર અને નવમી મેના રોજ રવિવારે બેંકોમાં જાહેર રજા રહેશે.

  • Share this:
નવી દિલ્હી: કોરોનાકાળમાં બેંકોનો કામકાજ (Bank Timing)નો સમય ઘટાડવામાં આવ્યો છે. તેથી અનેક લોકોનાં કામ અટવાઈ ગયાં છે. આ સ્થિતિમાં હવે સળંગ જાહેર રજાઓ (Public Holiday)ને કારણે ગ્રાહકોને બેંકિંગ કામકાજમાં હાલાકી પડી રહી છે. આ મહિનામાં સતત ત્રણ દિવસ બેંકો બંધ (Bank Holiday) રહેશે. એટલે જો બેંકને લગતું કોઈપણ કામકાજ હોય અને આ કોરોનાકાળમાં બ્રાન્ચમાં જવું ફરજિયાત હોય તો આજે જ બેંકનું કામ પતાવી આવો.

શુક્રવારે મુસ્લિમ સમુદાયનો તહેવાર જમાત-ઉલ-વિદા (Eid 2021) છે, જેને કારણે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે. આ સિવાય 8 મે એટલે કે શનિવારે મહીનાનો બીજો શનિવાર અને 9 મેના રોજ રવિવારે બેંકોમાં જાહેર રજા રહેશે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ તરફથી રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે બેંકોમાં અલગ અલગ રજા હોય છે.

આ પણ વાંચો: રાજકોટ: અટેન્ડન્ટે માનવતા નેવે મૂકી, કોરોના સંક્રમિત મહિલાનાં મૃતદેહ પાસેથી મોંઘાદાટ ફોન ચોરી લીધો

મે મહિનામાં રજા:

મે મહિનામાં પણ આરબીઆઈ (RBI)ના બેંક હોલિડે રિપોર્ટ (Bank Holiday Report) અનુસાર મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેવાની છે. જોકે, તેમાં બીજો-ચોથો શનિવાર અને રવિવારની રજાઓ પણ શામેલ છે.

આ પણ વાંચો: 'યે બંધન તો પ્યાર કા બંધન હૈ,' ગોંડલના કલોલા પરિવારના મોટા અને નાનાભાઈએ એકસાથે અનંતની વાટ પકડી

પહેલી મેએ પણ બંધ હતી બેંકો :

RBI અમુક જાહેર રજાઓ રાજ્ય પ્રમાણે નક્કી કરે છે. 1 મેના રોજ મજૂર દિવસ પણ હોય છે અને મહારાષ્ટ્ર દિવસ તેમજ ગુજરાત સ્થાપના દિવસ પણ હોય છે.

1 મે, 2021ના દિવસે બેંગ્લોર, ચેન્નાઈ અને કોલકાત્તામાં બેંકો બંધ હતી, પરંતુ લખનઉ, નવી દિલ્હી જેવા શહેરોમાં બેંકોમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ હતા. જોકે, 2 મેના રોજ સાપ્તાહિક રજા હોવાને કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ હતી.

આ પણ વાંચો: પ્રભાસ પાટણ ખાતે ઑક્સિજન પ્લાન્ટ માટે સોમનાથ ટ્રસ્ટે 50 લાખ, MLA ચુડાસમાએ 25 લાખ ફાળવ્યામે મહિનાની હવેની રજાઓનું લિસ્ટ :

13 મે: ગુરૂવાર : (શ્રીનગર, જમ્મુ, નાગપુર અને કાનપુરમાં બેંકો ઇદના તહેવારના કારણે બંધ રહેશે)

14 મે: શુક્રવાર : પરશુરામ જયંતિ/ઇદ/અક્ષય તૃતીયા (જમ્મુ, મુંબઇ, નાગપુરમાં આ દિવસે બેંકો ખુલ્લી રહેશે)

16 મે: રવિવાર : સાપ્તાહિક રજા

22 મે: શનિવાર : સાપ્તાહિક રજા

23 મે : રવિવાર : સાપ્તાહિક રજા

26 મે : ગુરૂવાર : બુદ્ધ પૂર્ણિમા

30 મે : રવિવાર : સાપ્તાહિક રજા
First published: