મુંબઈઃ કાંદીવલીમાં ચૉલ ધરાશાયી, 5થી 6 લોકો ફસાયા હોવાની આશંકા

News18 Gujarati
Updated: May 10, 2020, 9:27 AM IST
મુંબઈઃ કાંદીવલીમાં ચૉલ ધરાશાયી, 5થી 6 લોકો ફસાયા હોવાની આશંકા
લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે ચૉલ ધરાશાયી થઈ, કાટમાળ નીચે ફસાયા લોકો

લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે ચૉલ ધરાશાયી થઈ, કાટમાળ નીચે ફસાયા લોકો

  • Share this:
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ના કાંદીવલી (Kandiwali)માં ચૉલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અત્યાર સુધીની મળતી માહિતી મુજબ, ચૉલના કાટમાળ નીચે 5થી 6 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે આ દુર્ઘટના કેવી રીતે થઈ.

અધિકૃત જાણકારી મુજબ, મુંબઈમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના કન્ટ્રોલ રૂમને સવારે 6.10 વાગ્યે આ સૂચના મળી હતી કે કાંદીવલીના સબરિયા મસ્જિદની પાસે એક ચૉલ ધરાશાયી થઈ છે. જે સમયે દુર્ઘટના બની તે સમયે ચૉલની અંદર લોકો ઊંઘી રહ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ત્રણ લોકોને બહાર કાઢ્યા છે. હજુ પણ 5થી 6 લોકો કાટમાળ નીચે દબાયેલા છે. મળતી જાણકારી મુજબ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો, MP: શ્રમિકો કેરી ભરેલા ટ્રકમાં હૈદરાબાદથી UP જઈ રહ્યા હતા, દુર્ઘટનામાં 5નાં મોત

મળતી માહિતી મુજબ, કાંલીવીમાં દીપજ્યોતિ ચૉલની પાસે બે માળની ચૉલ ધરાશાયી થઈ ગઈ. NDRFની ટીમ કટરની મદદથી કાટમાળને હટાવવાનું કામ કરી રહી છે. મળતી માહિતી મુજબ કાટમાળમાં કેટલીક મહિલાઓ પણ ફસાયેલી છે. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા બે લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, 6 દિવસમાં બદલાઈ કોરોનાની તસવીર, 40 હજારથી 60 હજાર થયા દર્દી
First published: May 10, 2020, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading