Result Day: દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાણો

  • Share this:
    દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઇ, જેમાં છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિજોરમમાં શાંતિપૂર્ણ રીતે મતદાર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આ ચૂંટણીને 2019માં આવનારી લોકસભાની ચૂંટણી માટે મહત્વની માનવામાં આવે છે. આથી તમામ પાર્ટીઓનું ભવિષ્ય 11 ડિસેમ્બરે આવશે. એટલે કે 11 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે.

    પાંચ રાજ્યોની ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં રોચક પરિણામ સામે આવ્યા હતા. રાજસ્થાન, તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બનશે તેના એક્ઝિટ પોલમાં અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને ફાયદો થશે તેમ લાગી રહ્યું છે, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ રહેશે, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાના આસાર દેખાઇ રહ્યાં છે.

    મધ્ય પ્રદેશ - મધ્ય પ્રદેશમાં ઇન્ડિયા ટુડે અને એક્સિસના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 104થી 122 સીટ, બીજેપીને 102થી 120 સીટ મળવાનો અંદાજ છે. આમ મધ્ય પ્રદેશમાં રોમાંચક ટક્કર જોવા મળી રહી છે. ટાઇમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલ મતે મધ્ય પ્રદેશમાં ફરી વખત બીજેપી સરકાર બનાવવા જઈ રહી છે. આ એક્ઝિટ પોલમાં બીજેપીને 126 સીટો, કોંગ્રેસને 89 સીટો, બીએસપીને 6 સીટો અને અન્યને 6 સીટો મળવાનો અંદાજ છે. ઇન્ડિયા ટીવી-સીએનએક્સના મતે મધ્ય પ્રદેશમાં બીજેપીને 84, કોંગ્રેસને 62, બીએસપીને 6 અને અન્યને 6 સીટો મળી શકે છે. રિપબ્લિક ટીવીના મતે ભાજપને 108થી 128 અને કોંગ્રેસને 95થી 115 સીટો મળવાનો અંદાજ છે.
    Published by:Sanjay Vaghela
    First published: