Home /News /national-international /ફાઇનલ પરિણામઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની બનશે સરકાર

ફાઇનલ પરિણામઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની બનશે સરકાર

LIVE Updates - મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ વિધાનસભાના ચૂંટણી પરિણામ 2018

LIVE Updates - મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ વિધાનસભાના ચૂંટણી પરિણામ 2018

દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. છત્તીસગઢ, રાજસ્થાન અને છેલ્લે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા પર વાપસી કરી છે. તો તેલંગણા અને મિજોરમમાં ભાજપ-કોંગ્રેસ સિવાયની પાર્ટી સત્તા પર આવી છે. આવો જાણીએ સમગ્ર ચિત્ર વિશે.

રાજસ્થાનમાં ભાજપના સૂપડાસાફ

વાત કરીએ રાજસ્થાનની તો રાજસ્થાનમાં ભાજપને માત્ર 73 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસે ધમાકેદાર વાપસી કરી 100 બેઠકો મેળવી છે, જ્યારે અપક્ષને 26 સીટ મળી છે. રાજસ્થાનમાં હાર મળ્યા બાદ વસુંધરા રાજેએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેઓએ પત્રકારો સાથે વાતચિતમાં હાર સ્વીકારી કોંગ્રેસને શુભકામના પાઠવી હતી અને ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

છત્તીસગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર

છત્તીસગઢમાં કોંગ્રેસને 67 બેઠકો મળી છે, તો બીજી બાજુ ભાજપ માત્ર 16 સીટ પર સમેટાઇ ગયું હતું. જ્યારે અપક્ષને 7 સીટ મળી હતી. છત્તીસગઢમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળતાં મુખ્યમંત્રી રમણ સિંઘે હાર સ્વીકારી લીધી છે. રમન સિંઘે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કોંગ્રેસને અભિનંદન, આશા રાખુ કે કરેલા વાયદા તેઓ પૂર્ણ કરશે. ભાજપના હારની જવાબદારી હું સ્વીકારું છું. રમન સિંઘ રાજ્યપાલને મળીને રાજીનામું આપશે.

તો સૌથી વધુ વાર મધ્યપ્રદેશમાં લાગી હતી, અહીં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી હતી. જો કે બસપા અને સપાના સમર્થનથી કોંગ્રેસના કમલનાથે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામઃ મધ્યપ્રદેશમાં મુકાબલો વધુ રોચક બન્યો છે. અહીં કોંગ્રેસે 23 સીટ જીતી લીધી છે અને 88 પર આગળ છે, જ્યારે ભાજપે 24 સીટ જીતી લીધી છે અને 85 સીટ પર આગળ છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કમલનાથે બુધવારે રાતે 4 વાગ્યે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક બોલાવી છે. વીડિયોમાં જુઓ કોંગ્રેસ ઓફિસ બહાર જીતની ઉજવણી કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ.

મિજોરમમાં MNFને પૂર્ણ બહુમતી મળતાં સત્તા પર આવશે. મુખ્યમંત્રી પી લલથનહવલા પોતાની બંને સીટ પરથી ચૂંટણી હાર્યા છે. લલથનહવલાએ રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. મિજોરમમાં હવે MNFને બહુમતી મળતાં નવી સરકાર બનશે. મિજોરમમાં બંને સીટ પર હાર્યા સીએમ લલથનહવલા, આપ્યું રાજીનામું ## મિજોરમ ચૂંટણી પરિણામઃ મિજોરમના મુખ્યમંત્રી પી લલથનહવલા પોતાની બંને સીટ પરથી ચૂંટણી હાર્યા છે. લલથનહવલાએ રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. મિજોરમમાં હવે MNFને બહુમતી મળતાં નવી સરકાર બનશે.
First published:

Tags: ElectionsWithNews18, Telangana, રાજસ્થાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો