Home /News /national-international /Fashion Show in Hindu Temple: છત્તીસગઢના સાલાસર બાલાજી મંદિરમાં ‘ફેશન શો’, બજરંગ દળે આયોજકો સામે FIR કરી
Fashion Show in Hindu Temple: છત્તીસગઢના સાલાસર બાલાજી મંદિરમાં ‘ફેશન શો’, બજરંગ દળે આયોજકો સામે FIR કરી
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Fashion Show in Hindu Temple: છત્તીસગઢના રાયપુરના સાલાસર બાલાજી મંદિરમાં ફેશન શોનું આયોજન કરવા મામલે વિવાદ સર્જાયો છે. ત્યારે બજરંગ દળે આ ઘટનાને લઈને હિન્દુઓની લાગણી દુભાવવા મામલે આયોજકો સામે ફરિયાદ નોંધાવી છે.
રાયપુરઃ છત્તીસગઢના રાયપુરમાં આવેલા સાલાસર બાલાજી મંદિરમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બજરંગ દળના સભ્યોએ હિન્દુઓના ધાર્મિક મંદિરમાં આ પ્રકારના ફેશન શો યોજવા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ફેશન શોનું આયોજન FDCA નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેલિબંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાલાસર મંદિરમાં આ ફેશન શો યોજાયો હતો. આરિફ અને મનિષ નામના બે વ્યક્તિઓએ આ ફેશન શો યોજ્યો હોવાનું સામે આવ્યું હતું.
હિજાબ પહેરેલી મહિલાએ આયોજકોનો પક્ષ લીધો
વીડિયોમાં જોઈ શકાય છે કે, બજરંગ દળના સભ્યો આ ફેશન શોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત ફેશન શોના આયોજકો પાસેથી હિન્દુ મંદિરમાં આ પ્રકારનો શો યોજવા અંગે ખુલાસો માગી રહ્યા છે. તો બીજી તરફ વીડિયોમાં એક હિજાબ પહેરેલી મહિલા જોઈ શકાય છે. તે આયોજકો તરફથી દલીલો કરી રહી છે. તો આ ફેશન શોને લઈને હિન્દુ ધર્મના સંસ્કારોની વિરુદ્ધમાં છે તેવું જણાવ્યું હતું.
#Chattisgarh : Bajrang Dal protests after a "fashion show" was organised inside the Salasar Dham Temple Complex, in #Raipur. How can someone wearing Hijab can be part of Fashion show, that too inside Temple Complex ? @Bajrangdal_Org@VHPDigital#India
આ ફેશન શોને લઈને મંદિરના હોલમાં સ્ટેજ બનાવવામાં આવ્યો છે. મંદિરની મુલાકાત લેતા લોકોને પણ ફેશન શો જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. ત્યારે બજરંગ દળનો સભ્ય ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આ ફેશન શોનો વિરોધ કર્યો હતો. તો આ મામલે બજરંગ દળના જિલ્લા કન્વિનર રવિ વાધવાણી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આયોજકો સાથે આ મામલે વાત કરી હતી.
તો આ મામલે બજરંગ દળના જિલ્લા કન્વિનર રવિ વાધવાણીના જણાવ્યા અનુસાર, આ મામલે તેલિબંધા પોલીસ સ્ટેશનમાં આયોજકો સામે હિન્દુઓની લાગણી દુભાવવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને વાધવાણીએ કહ્યુ છે કે, હિન્દુ ધાર્મિક મંદિરમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજવાથી લોકોની લાગણી દુભાઈ છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર