Home /News /national-international /

વિમાનમાં પ્રેમી પંખીડાની ચેટિંગે ભારે કરી, ફ્લાઇટ છ કલાક મોડી પડી!

વિમાનમાં પ્રેમી પંખીડાની ચેટિંગે ભારે કરી, ફ્લાઇટ છ કલાક મોડી પડી!

મેંગલુરુથી મુંબઇ જઇ રહેલા વિમાનને ઉડાન ભરવામાં લગભગ છ કલાક જેટલું મોડું થયું

મેંગલુરુથી મુંબઇ જઇ રહેલા વિમાનને ઉડાન ભરવામાં લગભગ છ કલાક જેટલું મોડું થયું હતું.

    મેંગલુરુ: મેંગલુરુથી મુંબઇ જઇ રહેલા વિમાનને ઉડાન ભરવામાં લગભગ છ કલાક જેટલું મોડું થયું હતું. એક મહિલા મુસાફરે તેની સાથે યાત્રા કરી રહેલા એક વ્યક્તિના મોબાઇલ ફોન પર શંકાસ્પદ મેસેજ આવ્યો હોવા અંગે જાણકારી આપતાં ફ્લાઇટ સમયસર ઉડાન ભરી શકી નહોતી. પોલીસે જણાવ્યું કે, તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને તેમના સામાનની ફરી તપાસ કરવામાં આવી હતી. તે બાદ ઇન્ડિગોના વિમાનને રવિવારે સાંજે મુંબઇ માટે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.

    એક મહિલા મુસાફરે વિમાનમાં સવાર એક વ્યક્તિના મોબાઇલ ફોન પર એક મેસેજ જોયો હતો અને વિમાનની ચાલક ટીમને આની જાણકારી આપી હતી. તેમણે એર ટ્રાફિક કન્ટ્રોલને આની જાણકારી આપી હતી અને ઉડાન ભરવા માટે તૈયાર વિમાનને રોકવો પડ્યો હતો.

    આ પણ વાંચો: USને લીધે ફરી છંછેડાયું ચીન, તાઇવાન પાસે મંડરાઇ રહ્યા છે 30 લકાડુ વિમાન

    મળતી માહિતી અનુસાર, આ વ્યક્તિ તેની પ્રેમિકા સાથે મોબાઇલ પર મેસેજ દ્વારા વાતચીત કરી રહ્યો હતો. જેને તે જ એરપોર્ટ પરથી બેંગલુરુ માટે ઉડાન ભરવાની હતી. આ વ્યક્તિને પૂછપરછ માટે વિમાનમાં મુસાફરી કરતા રોકવામાં આવ્યો હતો. પૂછપરછ કલાકો સુધી ચાલી, જ્યારે તેની પ્રેમિકની બેંગલુરુની ઉડાન છૂટી ગઇ. તે બાદ તમામ 185 મુસાફરો મુંબઇની ફ્લાઇટમાં ફરી સવાર થયા અને સાંજે પાંચ કલાકે વિમાને ફરી ઉડાન ભરી હતી.

    શહેર પોલીસ કમિશનર એન. શશિ કુમારે કહ્યું કે, મોડી રાત સુધી કોઇ ફરિયાદ નોંધવામાં આવી નથી. કેમ કે, આ બે મિત્રો વચ્ચે સુરક્ષાને લઇને મૈત્રીપૂર્વક રીતે થતી વાતચીત હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Flights, Latest News, National news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन