Home /News /national-international /લોકસભા ચૂંટણી 2019: શું UPમાં કોંગ્રેસની કિસ્મત બદલી શકશે પ્રિયંકા ગાંધી?

લોકસભા ચૂંટણી 2019: શું UPમાં કોંગ્રેસની કિસ્મત બદલી શકશે પ્રિયંકા ગાંધી?

પ્રિયંકા ગાંધી (PTI)

પ્રિયંકાની અપીલ દેશવ્યાપી છે, હિન્દી પર પકડ હોવાના કારણથી હિન્દી હાર્ટલેન્ડમાં કોંગ્રેસ માટે અસેટની જેમ છે

  (પલ્લવી ઘોષ)

  દેશના રાજકારણમાં માનવામાં આવે છે કે લોકસભાનો રસ્તો ઉત્તર પ્રદેશથી થઈને જ જાય છે. ઉત્તર પ્રદેશમાં રાજનીતિ કરવી સરળ નથી. બિહારની જેમ જ તે રાજકીય રીતે ખૂબ સજાગ રાજ્ય છે, જ્યાં નાની વાત મોટા રાજકીય મુદ્દામાં બદલાઈ જાય છે. યૂપીમાં કોંગ્રેસને ફરીથી ઊભા કરવાની જવાબદારી પ્રિયંકા ગાંધી પર છે.

  જોકે, સમય બદલાઈ ગયો છે એન તેની સાથે રાજનીતિની દિશા પણ બદલાઈ રહી છે. એક સમયે કોંગ્રેસ હટાવોનો નારો દેશમાં ચાલી રહ્યો હતો. હવે બીજેપી હટાવોનો નારો બુલંદ છે. યૂપી બીજેપી માટે સત્તાની ચાવી છે. પરંતુ કોંગ્રેસ પણ ચૂંટણી પહેલા જ મોટો દાવ રમ્યો છે. રાહુલ ગાંધીએ યૂપીમાં કોંગ્રેસની જમીન મજબૂત કરવા માટે પોતાની બહેન પ્રિયંકા ગાંધીને પાર્ટી મહાસચિવ અને પૂર્વ યૂપીના પ્રભારી બનાવ્યા છે. યૂપીમાં ચૂંટણી કેમ્પેનની ધમાકેદાર શરૂઆત બાદથી પ્રિયંકા ગાંધીને સતત સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

  લોકોને પ્રિયંકા ગાંધીમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની છ‍બિ દેખાય છે. પરંતુ સવાલ એ છે કે શું પ્રિયંકા પાર્ટીની આશાઓ પર ખરી ઉતરી શકશે? શું તે યૂપીમાં કોંગ્રેસના સારા દિવસો લાવી શકશે?

  આ પણ વાંચો, પ્રિયંકા ગાંધીનો PM મોદી પર વાર, કહ્યું- આ ચોકીદાર માત્ર અમીરોની ડ્યૂટી કરે છે

  અનેક રાજકીય વિચારકોનું માનવું છે કે રાજનીતિમાં એન્ટ્રી માટે પ્રિયંકા ગાંધીને ઘણી લાંબી રાહ જોવી પડી છે. જાણકારોનું માનવું છે કે પ્રિયંકાએ રાજનીતિમાં એન્ટ્રી માટે યોગ્ય સમય પણ નક્કી કરી લીધો હતો. પરંતુ પાર્ટીને તેમનો સમય યોગ્ય નહોતો લાગ્યો. જોકે, મોડા તો મોડા પ્રિયંકાની રાજનીતિમાં એન્ટ્રી થઈ જ ગઈ. જો સક્રિય રાજનીતિની ઈચ્છા છતાંય તે દરેક વખતે ભાઈ રાહુલ ગાંધીને જ આગળ વધારવા માટેનું સમર્થન કરતા જોવા મળે છે.

  હાલમાં જ ગંગા યાત્રા દરમિયાન જ્યારે પ્રિયંકા ગાંધી પ્રયાગરાજમાં અલાહાબાદ યુનિવર્સિટી પહોંચ્યા અને સ્ટુડન્ટ સાથે ચર્ચા થઈ, ત્યાં પણ તેઓએ એવું જ કર્યું. પ્રિયંકાએ રાહુલ ગાંધીને રાજનીતિમાં આગળ વધવાની અપીલ કરી. તેમણે એમ પણ દાવો કર્યો કે તેમના ભાઈમાં દાદી (ઈન્દિરા ગાંધી)ના તમામ ગુણ છે.

  આ પણ વાંચો, ભાજપનો સવાલ, ગાંધી પરિવારનો કોઈ વ્યવસાય નથી તો અબજોની સંપત્તિ ક્યાંથી આવી?

  રાહુલ ગાંધીની તુલનામાં પ્રિયંકાનો મિજાજ પણ કંઈક અલગ છે. તે પોતાના નિયત કાર્યક્રમ અને પ્રોટોકલના હિસાબથી નથી ચાલતા. રોડ શો કરતાં અચાનક ગાડી રોકી નીચે ઉતરવું એન લોકો સાથે હાથ મેળવવા. લોકો સાથે તેમની લઢણમાં વાત કરવી. પ્રિયંકા ભીડની વચ્ચે રહીને વધુ સહજ અનુભવ કરે છે. અનેક વાર તો પ્રિયંકાએ પાર્ટી કાર્યકરોને પણ પોતાની કારમાં બેસાડી દીધા.

  News18ની સંવાદદાતા પલ્લવી ઘોષે આવા જ એક પ્રસંગ વિશે જણાવ્યું છે. તેઓ કહે છે કે, ગંગા યાત્રાના ઠીક પહેલા પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજમાં ગંગા તટે પૂજા-અર્ચના કરી. આ દરમિયાન તેઓએ મને જોઈ એન મને હાથ હલાવીને પાસે બોલાવી, જેથી હું સારી તસવીર લઈ શકું. જોકે, તેઓએ અલગથી વાત ન કરી. કેમેરા માટે પ્રેમ અને સહજતા, આ પ્રિયંકાની એક વધુ ઓળખ છે.

  આ પણ વાંચો, લોકસભા ચૂંટણી 2019: શું કર્ણાટકમાં JDS સાથે હાથ મીલાવીને કોંગ્રેસ ખોદી પોતાની કબર?

  યૂપીમાં ચૂંટણી કેમ્પન માટે પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રાને જ કેમ પસંદ કરી? તેની પાછળ પણ પાર્ટીની રણનીતિ છે. મૂળે, યૂપી સહિત દેશમાં ગંગાને એક પવિત્ર નદી માનવામાં આવે છે. કદાચ, તેના માટે ગંગા યાત્રાથી પહેલા તેઓએ યૂપીવાસીઓના નામ ઓપન લેટર લખ્યો અને ગંગાને એકતાની પ્રતિક ગણાવી. પોતાની પહેલા ચૂંટણી કેમ્પેનથી જ પ્રિયંકા એવા સ્થળોની પસંદગી કરી રહી છે, જ્યાં બીજેપીની મજબૂત પકડ છે.

  પ્રિયંકા ગાંધીના કોંગ્રેસ મહાસચિવ બન્યા બાદ સૌથી વધુ પરેશાન બીજેપી દેખાઈ રહી છે. બીજેપી સીધી રીતે રાજકીય હુમલાઓ કરી રહી છે. તેના સમર્થક સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક તો મન ફાવે તેવું લખી રહ્યા છે, જેની વિરુદ્ધ કોંગ્રેસે એફઆઈઆર દાખલ કરાવી છે. આ લોકતંત્રમાં ખતમ થઈ રહેલી શાલિનતાની નિશાની છે. આ એક પ્રકારની બેચેની છે, જે પ્રિયંકાની ઇમ્પેક્ટનું કારણ છે.

  આ પણ વાંચો, સ્મૃ‍તિ ઈરાનીએ ટ્વિટર પર ઉડાવી રાહુલ ગાંધીની મજાક, કોંગ્રેસે આપ્યો આ જવાબ

  રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસની પાસે રાહુલ ગાંધી બાદ વડાપ્રધાનને ટક્કર આપનારી કોઈ વ્યક્તિ નથી. પ્રિયંકાની અપીલ દેશવ્યાપી છે. હિન્દી પર પકડ હોવાના કારણથી હિન્દી હાર્ટલેન્ડમાં કોંગ્રેસ માટે અસેટની જેમ છે. 543 લોકસભા સીટમાંથી કોંગ્રેસ જો 400 પર લડશે તો દરેક સ્થળે રાહુલ ગાંધીની પહોંચ શક્ય નથી. એવામાં હિન્દી હાર્ટલેન્ડ અને ટ્રાઇબલ બેલ્ટમાં કોંગ્રેસના પ્રચારમાં તે કામ આવશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lok sabha election 2019, Priyanka gandhi, ઉત્તર પ્રદેશ, કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन