ઉત્તરાખંડઃ 8 જૂન બાદ શરૂ થઈ શકે છે ચારધામ યાત્રા, સરકાર કરી રહી છે વિચાર

News18 Gujarati
Updated: June 3, 2020, 2:44 PM IST
ઉત્તરાખંડઃ 8 જૂન બાદ શરૂ થઈ શકે છે ચારધામ યાત્રા, સરકાર કરી રહી છે વિચાર
ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોના કપાટ ખુલ્યા બાદ હવે ચારધામ યાત્રા શરૂ થવાના સંકેત મળી રહ્યા છે

ભગવાન બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોના કપાટ ખુલ્યા બાદ હવે ચારધામ યાત્રા શરૂ થવાના સંકેત મળી રહ્યા છે

  • Share this:
દહેરાદૂનઃ ઉત્તરાખંડ (Uttarakhand)માં ભગવાન બદ્રીનાથ અને ભગવાન કેદારનાથ મંદિરોના કપાટ ખુલ્યા બાદ હવે ચારધામ યાત્રા (Char Dham Yatra) પણ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. તાજેતરની જાણકારી મુજબ સરકાર 8 જૂન બાદ યાત્રા શરૂ કરવાનો વિચર કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત (CM Trivendra Singh Rawat)નું કહેવું છે કે ટૂંક સમયમાં ચારધામ યાત્રા પર નિર્ણય લેવામાં આવશે. જોકે હજુ યાત્રા શરૂ થવાની તારીખ પર કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

ઉત્તરાખંડ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે આ વખતે વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રાના શરૂ થવાને લઈ પહેલા જ સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામ મંદિરોના કપાટ પણ આ મહામારીના કારણે મોડા ખોલવામાં આવ્યા છે. આ કારણે એવી આશંકા હતી કે સંભવતઃ આ વખતે ચારધામ યાત્રા પર શ્રદ્ધાળુ ન આવી શકે, પરંતુ આ દરમિયાન પ્રદેશ સરકારે અનેકવાર પોતાના તરફથી એ ચોક્કસપણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચારધામ યાત્રાને શરૂ કરવા પ્રતિ ગંભીર છે. સરકાર તેના માટે કરવામાં આવેલા તમામ પ્રયાસો વિશે પણ લોકોને જાણકારી આપી રહ્યા હતા. આટલી કવાયત બાદ હવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિેવેન્દ્રસિંહ રાવતે ચારધામ યાત્રા શરૂ કરવાના સંકેત આપ્યા છે, તેનાથી શ્રદ્ધાળુઓમાં આશા જીવંત થઈ ગઈ છે.


આ પણ વાંચો, માનવતા મરી પરવારી! ગભર્વતી હાથણીને ખવડાવી દીધું ફટાકડા ભરેલું અનાનાસ, અને પછી...


ચારધામના કપાટ ખોલવામાં કોરોના વાયરસ બન્યો વિઘ્ન

ઉત્તરાખંડમાં યોજાતી ચારધામ યાત્રા મેથી લઈને સપ્ટેમ્બર-ઓક્ટોબરના અંત સુધી ચાલે છે. ઉનાળાના સમયમાં શરૂ થતી ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સ્થિત મંદિરોના કપાટ ખુલવાની સાથે જ આ યાત્રા શરૂ થાય છે અને શિયાળો શરૂ થાય તે પહેલા બંધ કરવામાં આવે છે. ચારધામ યાત્રા કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉત્તરાખંડ પહોંચે છે, પરંતુ આ વખતે કોરોના સંકટના કારણે માર્ચ બાદથી જ પર્યટકો આવવાનું ઓછું થઈ ગયું છે. આ કારણે ચારધામ યાત્રાને લઈ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
આ પણ વાંચો, ચીન સરહદ સુધી જતા રૂટ પર ભારતે મેળવી મોટી સિદ્ધિ, BROએ કરી આ કમાલ


POLL:

First published: June 3, 2020, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading