Home /News /national-international /કંઈક મોટુ થવાનું? 24 કલાકમાં J&Kમાં બદલાઈ પરિસ્થિતિ, પૂરા કાશ્મીરમાં હાઈએલર્ટ

કંઈક મોટુ થવાનું? 24 કલાકમાં J&Kમાં બદલાઈ પરિસ્થિતિ, પૂરા કાશ્મીરમાં હાઈએલર્ટ

  શું પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં મોટી નિર્ણાયક કાર્યવાહી કરવાની છે? છેલ્લા 24 કલાકમાં જે ગતીથી જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ બદલાઈ રહી છે, તેનાથી કઈંક સંકેત મળવા લાગ્યા છે. પૂરી ઘાટીમાં અલગાવવાદી નેતાઓ પર મોટી કાર્યવાહી કરતા યાસીન મલિક સહિત જમાત-એ-ઈસ્લામીના લગભગ બે-ડઝન નેતાઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા ગત ત્રણ દશકોમાં સૌથી કડક કરવાની પહેલ કરવામાં આવી છે. પરિસ્થિતિનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કહી દીધુ છે કે, પરિસ્થિતિ નાજુ છે, અને ભારત કઈંક મોટુ કરવાનું વિચારી રહ્યું છે. જોકે, અમેરિકા, ચીન સહિત કેટલાએ દેશોએ તણાવ ઓછો કરવા માટે બંને દેશો સાથે સંપર્ક સાધ્યો છે.

  ધારા 35એ પર સરકાર મોટુ સ્ટેન્ડ લેવા તૈયાર
  સૂત્રો અનુસાર, મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા કલમ 35એ પર મોટુ સ્ટેન્ડ અપનાવી શકે છે. અગામી અઠવાડીએ એક અરજી પર સુનાવણી થઈ શકે છે, જેમાં આ કલમની વૈધતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. સરકાર સુપ્રિમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કહી શકે છે કે, આ કલમને હટાવવાથી આપત્તિ નથી અને ધારા 370ના મૂળ અવધારણામાં આ ન હતી.

  ઉલ્લેખનીય છે કે, ધારા 35એ હેટલ જમ્મુ-કાશ્મીરમાં તે મૂળ નિવાસી સિવાય દેશના કોઈ અન્ય ભાગનો વ્યક્તિ સંપત્તિ નથી ખરીદી શકતો. જેથી તે ત્યાંના નાગરીક પણ નથી બની શકતા. સૂત્રોનું માનીએ તો, કલમ 35એ પર સરકાર અધ્યાદેશ પણ લાવી શકે છે. 1954માં આ કલમને કલમ 370 હેઠળ આપવામાં આવેલા અધિકાર અંતર્ગત જોડવામાં આવી હતી. કલમ 370ને હટાવવા બીજેપીનું હંમેશા રાજનૈતિક સ્ટેન્ડ પણ રહ્યું છે. જોકે, બીજેપી સહયોગી જેડીયૂ અને અકાલી દળ તેના વિરોધી રહ્યા છે.

  પુરૂ કાશ્મીર હાઈ એલર્ટ પર
  સૂત્રો અનુસાર, પુરા કાશ્મીરને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે, અને હાલના વર્ષોની સૌથી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્રવારે મોડી સાંજે ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં તત્કાલ પ્રભાવથી કેન્દ્રીય શસક્ત પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 10 કંપની ગોઠવી દેવાનો આદેશ આપ્યો છે. આમાં 45 સીઆરપીએફ, 35 બીએસએફ, 10 એસએસબી અને 10 આઈટીબીપીની કંપનીઓ સામેલ છે.

  જવાનોની રજા રદ્દ
  કાશ્મીરમાં રહેલા તમામ જવાનોની રજા રદ્દ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર, રિઝર્વ સૈનિકોને અલ્પ નોટિસ પર ફરજ પર હાજર થવા જણાવાયું છે. રક્ષા વિશેષજ્ઞ સી ઉદયભાસ્કરે એનબીટીને કહ્યું કે, એક સાથે 100 કંપનીઓને અહીં મોકલવા અભૂતપૂર્વ છે, અને આવું ક્યારેક જ બને છે. સામાન્ય રીતે એક કંપનીમાં સૈનિકોની સંખ્યા 100થી 120 સુધી હોય છે. આમને તૂરંત કાશ્મીર કૂચ કરવાનું કહેવામાં આવ્યું છે.

  તેમણે કહ્યું કે, આનાથી લાગે છે કે, અહીં દુર્ભાગ્યવશ પરિસ્થિતિ એટલી સારી નથી. પુલવામા આતંકી હુમલા બાદ ગાર્ડની ભૂમિકામાં લાગેલા સીઆરપીએફ સિવાય આ કામમાં બીએસએપ, આઈટીબીપીને પમ લગાવવામાં આવ્યા છે. અધિકારીઓ અનુસાર, મોટાભાગના જવાનોને લે એન્ડ ઓર્ડર ડ્યૂટીમાં લગાવવામાં આવ્યા છે એવામાં આમાં ફેરબદલ કરવામાં આવી રહ્યું છે.

  જરૂરી સામાનનો સ્ટોક રાખવાનો અપાયો નિર્દેશ
  નાજૂક પરિસ્થિતિને જોતા જમ્મુ-કાશ્મીર પ્રશાસને સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય, તે માટે દવા અને રાશન-પાણીનો પર્યાપ્ત સ્ટોક કરવાનું કહેવામાં આવ્યું છે. આ માટે સ્થાનિક પ્રશાસન તરફથી નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. આ બાજુ ગુપ્ત એજન્સીઓ અનુસાર, પૂરી ઘાટીમાં અફવાહો પેલાવી અશાંતી ફેલાવવાની કોશિસ કરવામાં આવી શકે છે. સરાકારે ગુપ્ત એજન્સીઓને સતર્ક રહેતા સુરક્ષાદળોને સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: 24 કલાક, High alert, Situation, કાશ્મીર, જમ્મુ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन