ચંદ્રયાન 2: લેન્ડર વિક્રમને બેઠું કરવામાં લાગ્યું NASA, મોકલી રહ્યું છે સંદેશા

News18 Gujarati
Updated: September 12, 2019, 9:42 AM IST
ચંદ્રયાન 2: લેન્ડર વિક્રમને બેઠું કરવામાં લાગ્યું NASA, મોકલી રહ્યું છે સંદેશા
પ્રતીકાત્મક તસવીર

હજુ સુધી નાસાનું કોમ્યુનિકેશન એક તરફી જ રહ્યું છે, લેન્ડર વિક્રમ તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો

  • Share this:
ભારતના ચંદ્રયાન-2 (chandrayaan2) મિશન હજુ ખતમ નથી થયું. ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમ (lander vikram)ને ફરી કાર્યરત કરવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. હવે આ અભિયાનમાં દુનિયાની સૌથી મોટું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NASA) પણ જોડાઈ ગઈ છે. અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા' મુજબ, લેન્ડર વિક્રમને નાસા પણ સંદેશ મોકલી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ કોમ્યુનિકેશન એક તરફી જ રહ્યું છે. એટલે કે લેન્ડર વિક્રમ તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો.

NASA મોકલી રહ્યું છે સંદેશ

NASAની જેટ પ્રોપલશન લેબોરેટરી (NASA/JPL)એ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. નાસા આ કામ ડીપ સ્પેસ નેટવર્ક (DSN)ના માધ્યમથી કરી રહ્યું છે. અમેરિકાના એક એસ્ટ્રોનોટ સ્કોટ ટિલે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે નાસાએ કેલિફોર્નિયા સ્થિત DSN સ્ટેશનથી લેન્ડર વિક્રમને રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. તેઓએ સિગ્નલને રેકોર્ડ કરી ટ્વિટર પર શેર કરી છે.


Loading...

આ પણ વાંચો, ચંદ્રયાન-2: લેન્ડર વિક્રમ વિશે નવો ખુલાસો, ગ્રાફમાં સંપર્ક તૂટ્યાનો મળ્યો પુરાવો

NASAએ કર્યા હતા વખાણ

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના ચંદ્રયાન-2 મિશનના નાસાએ વખાણ કર્યા હતા. નાસાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, અંતરિક્ષમાં શોધ કરવી મુશ્કેલ કામ છે. અમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઇસરોના ચંદ્રયાન-2ને ઉતારવાના પ્રયાસને બિરદાવીએ છીએ.

મુશ્કેલમાં મિશન

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે શનિવારે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદથી અત્યાર સુધી 6 દિવસ પસાર થઈ ચૂક્યા છે. પરંતુ હજુ સુધી ચંદ્રની સપાટીથી કોઈ સારા સમાચાર નથી આવ્યા. આ મિશનને પૂરું કરવા માટે ઇસરોના વૈજ્ઞાનિકો પાસે હવે માત્ર 9 દિવસનો સમય બચ્યો છે. 21 સપ્ટેમ્બર સુધી જ તેઓ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી શકે છે. ત્યારબાદ લૂનર નાઇટની શરૂઆત થઈ જશે. જ્યાં સ્થિતિ બિલકુલ બદલાઈ જશે. 14 દિવસ સુધી જ વિક્રમને સૂરજનો પ્રકાશ મળશે.

આ પણ વાંચો, ચંદ્રયાન 2: લેન્ડર વિક્રમ પર માઇનસ 200 ડિગ્રી સેલ્સિયસનો કહેર!
First published: September 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...