ચંદ્રયાન 2: લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાની આ છે અંતિમ આશા!

News18 Gujarati
Updated: September 11, 2019, 3:27 PM IST
ચંદ્રયાન 2: લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાની આ છે અંતિમ આશા!
પ્રતીકાત્મક તસવીર

લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે ઇસરોના વૈજ્ઞાનિકો પાસે માત્ર 10 દિવસનો સમય

  • Share this:
દુનિયાભરની નજરો હાલમાં ભારતના ચંદ્રયાન-2 (Chandrayaan-2) મિશન પર ટકેલી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના વૈજ્ઞાનિક સતત લેન્ડર વિક્રમ (Lander Vikram) સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેમાં કોઈ સફળતા હાથ નથી લાગી. લેન્ડર વિક્રમ સાથે ફરી સંપર્ક સાધવા માટે છેલ્લી આશા હવે એક્સ-બેન્ડ (X-Band) છે.

(X-Band) પર નજર

ચંદ્રયાન-2 મિશન સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકનું કહેવું છે કે થોડીક જ ચેનલ જેના માધ્યમથી લેન્ડર વિક્રમ અને ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક સાધી શકાય છે. તે છે એક્સ-બેન્ડ. તેનો ઉપયોગ સામાન્ય રીતે રડાર, સેટેલાઇટ કોમ્યુનિકેશન અને કોમ્પ્યુટર નેટવર્ક માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો, ચંદ્રયાન 2: લેન્ડર વિક્રમ પર માઇનસ 200 ડિગ્રી સેલ્સિયસનો કહેર!

અત્યાર સુધી કોઈ સંપર્ક નથી સધાયો

શનિવાર સવારે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રની સપાટી પર વિક્રમે ક્યાં લેન્ડ કર્યુ છે તેની જાણકારી મળી ગઈ છે. પરંતુ અત્યાર સુધી પાંચ દિવસ પસાર થયા બાદ પણ તેનાથી કોઈ સંપર્ક સાધી નથી સધાયો.એન્ટેનાનો ઉપયોગ

વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે ઇસરો કર્ણાટકના એક ગામ બયાલાલુમાં લગાવવામાં આવેલા 32 મીટરના એન્ટિનાનો ઉપયોગ કરી રહ્યું છે. તેનું સ્પેસ નેટવર્ક સેન્ટર બેંગલુરુમાં છે. ઇસરો પ્રયાસ કરી રહ્યું છે કે ઓર્બિટર દ્વારા વિક્રમ સાથે સંપર્ક કરી શકાય.

આ પણ વાંચો, Chandrayaan 2: 'વિક્રમ'ને ફરી સક્રિય કરવા શું ઇસરો NASAની મદદ લેશે?

માત્ર 10 દિવસનો સમય બાકી

લેન્ડર વિક્રમ પાવર જનરેટ કરી રહ્યું છે કે નહીં તેના માટે હાલ કંઈ કહી શકાય તેમ નથી. ઇસરોના ચેરમેને કહ્યું છે કે તેઓ હજુ પણ તેના ડેટાનું એનાલિસિસ કરી રહ્યા છે. વિક્રમને માત્ર એક લૂનર ડે માટે જ સૂરજનો સીધો પ્રકાશ મળશે. તેનો અર્થ છે કે 14 દિવસ સુધી જ વિક્રમને સૂરજનો પ્રકાશ મળશે. એવામાં ઇસરો આ 14 દિવસ સુધી પોતાના પ્રયાસ ચાલુ રાખી શકે છે. એટલે હવે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે ઇસરોની પાસે માત્ર 10 દિવસનો સમય બચ્યો છે.

આ પણ વાંચો, દેશની પ્રતિષ્ઠિ સંસ્થા ISROમાં જોડાવાની સુવર્ણ તક, 13 સપ્ટેમ્બર સુધીમાં કરો અરજી
First published: September 11, 2019, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading