આજે ચોક્કસપણે સફળ રહેશે ચંદ્રયાન-2નું લોન્ચિંગ : પ્રકાશ જાવડેકર

ચંદ્રયાન-2ને બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

ભારત 2022માં માનવ સહિત પોતાનું ગગનયાન પણ મોકલશે: પ્રકાશ જાવડેકર

 • Share this:
  નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના 50 દિવસ સોમવારે પૂરા થઈ રહ્યા છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયાને સંબોધિત કરતાં સરકાર દ્વારા 50 દિવસોમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે જણાવ્યું અને ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગનો દાવો કર્યો.

  પ્રકાશ જાવડેકરે કહ્યું કે મોદીજીએ સત્તા સંભાળતા જ કહ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, 50 દિવસમાં આ દૃષ્ટિનું દર્શન સૌને મળ્યું છે. તેઓએ કહ્યું કે, ભાજપનો સંકલ્પ પત્ર અમલનો પ્લાન પણ તૈયાર થયો છે. સ્પીડ, સ્કેલ અને સ્કિલ ત્રણેયના દર્શન 50 દિવસમાં દેખાય છે.

  પ્રકાશ જાવડેકરની ફાઇલ તસવીર


  આ પણ વાંચો, ચંદ્રયાન-2 મિશન પાછળ છે બે મહિલાઓ, જાણો કોણ છે રોકેટ વૂમન અને ડેટા ક્વીન

  સફળ રહેશે ચંદ્રયાન-2નું લોન્ચિંગ

  સોમવારે ઈસરો ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરવા જઈ રહ્યું છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આજે ચંદ્રયાન-2નું ચોક્કસપણે સફળ થશે અને 2022માં માનવ સહિત પોતાનું ગગનયાન પણ મોકલવામાં આવશે.

  આ પણ વાંચો, ચંદ્રયાન-2ને લઈ જનારા 'બાહુબલી' રોકેટની આ છે ખાસિયતો

  નોંધનીય છે કે, ચંદ્રયાન-2ને બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-2ને આ પહેલા 15 જુલાઈના રોજ લોન્ચ કરવાનું હતું, પરંતુ ટેકનિકલ કારણોથી તેનું લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો, ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું
  Published by:Mrunal Bhojak
  First published: