Home /News /national-international /ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટવા પર મોદી બોલ્યા : ઉત્સાહ નબળો નથી પડ્યો, વધુ મજબૂત થયો

ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટવા પર મોદી બોલ્યા : ઉત્સાહ નબળો નથી પડ્યો, વધુ મજબૂત થયો

ઇસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમારા ચહેરા પરની ઉદાસી હું વાંચી શકતો હતો

ઇસરોના વૈજ્ઞાનિકોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમારા ચહેરા પરની ઉદાસી હું વાંચી શકતો હતો

  Chandrayaan 2 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવાર સવારે બેંગલુરુ સ્થિત ઇસરો (ISRO) સેન્ટરથી વૈજ્ઞાનિકોને સંબોધન કર્યુ. તેઓએ કહ્યું કે, આપ એ લોકો છો જે માતા ભારતીની જય માટે જીવો છે. માતા ભારતીનું માથું ઊંચું થાય તે માટે આપનું જીવન ખપાવી દો છો. આજે ચંદ્રને સ્પર્શવાની આપણી ઈચ્છાશક્તિ વધુ દૃઢ થઈ છે, સંકલ્પ વધુ પ્રબળ થયો છે. આપણા હજારો વર્ષોનો ઈતિહાસ એવા ઉદાહરણોથી ભરેલો છે જ્યારે શરૂઆતની અડચણો છતાંય આપણે ઐતિહાસિક સિ‍દ્ધિઓ પ્રાપ્ત કરી છે. ઇસરોએ પણ ક્યારેય હાર ન માનવાની સંસ્કૃતિનું જીવતું-જાગતું ઉદાહરણ છે.

  વડાપ્રધાને વધુમાં કહ્યું કે, હું ગઈ કાલ રાત્રે આપની મનસ્થિતિને સમજતો હતો. તમારી આંખો ઘણું બધું કહેતી હતી. તમારા ચહેરા પરની ઉદાસી હું વાંચી શકતો હતો. એટલે વધારે સમય હું તમારી વચ્ચે ન રોકાયો. તમે ઘણી રાતોથી નથી સૂતા, તેમ છતાંય મારું મન હતું કે સવારે તમને ફરી બોલાવું અને તમારી સાથે વાત કરું. આ મિશન સાથે જોડાયેલી વ્યક્તિઓ અલગ જ અવસ્થામાં હતા. અચાનક જ બધું નજર આવવાનું બંધ થઈ જાય. મેં પણ એ પળ તમારી સાથે જીવી છે. જ્યારે કોમ્યુનિકેશન બંધ થઈ ગયું અને તમે હલી ગયા, હું એ જોઈ રહ્યો હતો.

  પીએમ મોદીએ કહ્યું કે, આ કેવી રીતે અને કેમ થઈ તેના વિશે તમે મનોમંથન કરી રહ્યા છો. બધાને આશા હતી કે કંઈક તો થશે જ. કારણ કે તેની પાછળ તમારું પરિશ્રમ હતું. સાથીઓ આજે ભલે કેટલીક અડચણો આવી હોય પરંતુ તેનાથી આપણો દૃઢ નિશ્ચય વધુ મજબૂત થયો છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય અંશ...

  - પીએમ મોદીએ વૈજ્ઞાનિકોએ કહ્યું કે, તમે લોકો માખણ નહીં પથ્થર પર લીટી દોરનારા છો. તેઓએ કહ્યું હું આપની સાથે છું. દેશ પણ તમારી સાથે છે.

  - પીએમ મોદીએ કહ્યું કે કેટલાક કલાકો માટે સમગ્ર દેશ ચિંતિત હતો. દરેક આપણા વૈજ્ઞાનિકોની સાથે ઊભા છે. અમને આપણા અંતરિક્ષ કાર્યક્રમ અને વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેમની અથાગ મહેનત અને દૃઢ સંકલ્પે આપણા નાગરિકો ઉપરાંત અન્ય દેશ માટે પણ એક સારું જીવન સુનિશ્ચિત કર્યુ છે.

  - પરિણામોથી નિરાશ થયા વગર નિરંતર લક્ષ્ય તરફ આગળ વધવાની આપણી પરંપરા પણ રહી છે અને આપણા સંસ્કાર પણ રહ્યા છે : પીએમ મોદી

  આ પહેલા શનિવાર રાત્રે ઇસરો સેન્ટરમાં ઉપસ્થિત વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જુઓ, જીવનમાં ઉતાર-ચઢવા આવતા રહે છે. તેઓએ કહ્યું કે, આ કોઈ નાની સિદ્ધિ નથી, દેશ તમારી પર ગર્વ કરે છે. તેઓએ કહ્યું કે, ફરીથી કોમ્યુનિકેશન શરૂ થયો તો હજુ પણ આશાઓ બચી છે. મારા તરફથી વૈજ્ઞાનિકોને શુભેચ્છા, આપ લોકોએ વિજ્ઞાન અને માનવ જાતિની ઘણી મોટી સેવા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું સમગ્રપણે આપની સાથે છું, હિંમતની સાથે ચાલો. આ દરમિયાન તેઓએ ઇસરો પ્રમુખ કે. સિવનની પીઠ થાબડી. મોદી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો સીધો નજારો જોવા માટે બેંગલુરુ સ્થિત ઇસરો કેન્દ્ર પહોંચ્યા હતા.

  ભારતને પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે : પીએમ મોદી

  વડાપ્રધાને સેન્ટરમાં જ ઇસરોના વૈજ્ઞાનિકોને કહ્યું કે દેશને તેમની પર ગર્વ છે અને તેમને આશાઓ કાયમ રાખવા કહ્યું. મોદીએ બાદમાં એક ટ્વિટમાં કહ્યું કે, ભારતને પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને દેશને હંમેશા ગૌરવ અપાવ્યું છે. આ ક્ષણ ધૈર્ય રાખવાનો છે અને અમે ધૈર્ય રાખીશું. ઇસરો અધ્યક્ષે ચંદ્રયાન-2 પર અપડેટ આપ્યું. અમે આશાવાદી છીએ અને અમે પાોતાના અંતરિક્ષ કાર્યક્રમમાં કઠિન પરિશ્રમ કરવાનું સતત ચાલુ રાખીશું.

  ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું વિક્રમ લેન્ડર

  રાત્રે લગભગ 1:38 વાગ્યે ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. સોફ્ટ લેન્ડિંગ બાદ વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર મેપિંગ શરૂ કરવાની હતી. જો ચંદ્રયાન-2 ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી શક્યું તો તે સૌથી પહેલા ચંદ્રની સપાટીની સૌથી નજીકની તસવીર ઇસરો સેન્ટરને મોકલશે. આ તસવીરને મોકલ્યા બાદ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. નેશનલ જિઓગ્રાફિક ભારતન તરફથી મોકલવામાં આવેલા ચંદ્રયાન-2ના લેન્ડિંગનું એક્સક્લૂસિવ પ્રસારણ કરી રહ્યું હતું. તેની સાથે ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ પણ ચંદ્રયાન-2 લેન્ડિંગનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું હતું. ઇસરોની વેબસાઇટ ઉપરાંત પ્રેસ ઇર્ન્ફોમેશન બ્યૂરો (PIB) પણ પોતાની યૂટ્યૂબ ચેનલ પર તેનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યું હતું.

  દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં પહોંચનારો દુનિયાનો પહેલા દેશ બની જતો ભારત

  ચંદ્રયાન-2નું જો સોફટ લેન્ડિંગ થઈ જાત તો ભારત દુનિયામાં આવું કરનારો પહેલા દેશ બની જાત. રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત આવું કરનારો દુનિયાનો ચોથો તથા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં પહોંચનારો દુનિયાનો પહેલો દેશ બની જતો. ચંદ્રયાન-2ના ઓર્બિટરનો જીવનકાળ એક વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તે ચંદ્રની સતત પરિક્રમા કરી દરેક જાણકારી પૃથ્વી પર ઇસરોના વૈજ્ઞાનિકોને મોકલતું.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Chandrayaan-2, Lander vikram, Mission Moon, Nasa, Rower pragyan, ઇસરો, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन