Home /News /national-international /Chandrayaan 2: નાસાએ શોધી કાઢ્યો વિક્રમ લૅન્ડરનો કાટમાળ, ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યા 3 ટુકડા

Chandrayaan 2: નાસાએ શોધી કાઢ્યો વિક્રમ લૅન્ડરનો કાટમાળ, ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યા 3 ટુકડા

NASAના દાવા મુજબ, ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરનો કાટમાળ તેની ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યો. કાટમાળના ત્રણ મોટા ટુકડા 2x2 પિક્સેલના છે

NASAના દાવા મુજબ, ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરનો કાટમાળ તેની ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યો. કાટમાળના ત્રણ મોટા ટુકડા 2x2 પિક્સેલના છે

    નવી દિલ્હી : અમેરિકાની અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડર વિશે મોટો ખુલાસો કર્યો છે. NASAએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે તેમના લૂનર રિકનેસેંસ ઑર્બિટર (LRO)એ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2 (Chandrayaan-2)ના વિક્રમ લૅન્ડર (Vikram Lander)ને શોધી કાઢ્યું છે.

    NASAના દાવા મુજબ, ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરનો કાટમાળ તેની ક્રેશ સાઇટથી 750 મીટર દૂર મળ્યો. કાટમાળના ત્રણ મોટા ટુકડા 2x2 પિક્સેલના છે. NASAએ રાત્રે લગભગ 1:30 વાગ્યે વિક્રમ લૅન્ડરની ઇમ્પેક્ટ સાઇટની તસવીર જાહેર કરી અને જણાવ્યું કે, તેમના ઑર્બિટરને વિક્રમ લૅન્ડરના ત્રણ ટુકડા મળ્યા છે.

    NASA મુજબ, વિક્રમ લૅન્ડરની તસવીર એક કિલોમીટરના અંતરથી લેવામાં આવી છે. આ તસવીરમાં સૉઇલ ઇમ્પેક્ટ પણ જોઈ શકાય છે. તસવીરમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ચંદ્રની સપાટી પર જ્યાં વિક્રમ લૅન્ડર ક્રેશ થયું ત્યાં સૉઇલ ડિસટર્બન્સ (જમીનને નુકસાન) પણ થયું છે.

    નોંધનીય છે કે, ભારતીય અંતરિક્ષ એજન્સી ISROએ NASAનો સંપર્ક સાધ્યો છે અને વિક્રમ લૅન્ડરની ઇમ્પેક્ટ સાઇટની જાણકારી માંગી છે. મળતી જાણકારી મુજબ, NASA ISROને એક પૂરો રિપોર્ટ સોંપશે જેમાં વિક્રમ લૅન્ડરથી સંબંધિત વધુ જાણકારી મળી શકશે.

    આ પહેલા NASAએ વિક્રમ લૅન્ડર વિશે માહિતી આપવાની આશા વ્યક્ત કરી હતી, કારણ કે તેનું લૂનર રિકનેસેંસ ઑર્બિટર તે સ્થાનની ઉપરથી પસાર થવાનું હતું, જે સ્થળે વિક્રમ લૅન્ડર ક્રેશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

    NASAએ પહેલા કહ્યું હતું કે, તેમનું LRO 17 સપ્ટેમ્બરે વિક્રમની લેન્ડિંગ સાઇટ પરથી પસાર થવાનું હતું અને તે વિસ્તારની હાઇ-રિઝોલ્યૂશન તસવીરો મેળવી હતી.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા NASAના LROની ટીમને લેન્ડરની સ્થિતિ કે તસવીર નહોતી મળી શકી. તે દરમિયાન નાસાએ કહ્યું હતું કે, જ્યારે લેન્ડિંગ વિસ્તારથી અમારું ઑર્બિટર પસાર થયું તો ત્યાં સાંજન સમય હતો અને તેના કારણે પડછાયામાં મોટાભાગનો ભાગ છુપાઈ ગયો હતો. શક્ય છે કે વિક્રમ લૅન્ડર પડછાયામાં છુપાઈ ગયું છે. LRO જ્યારે ઑક્ટોબરમાં ત્યાંથી પસાર થયું તો ત્યાં પ્રકાશ અનુકૂળ હશે અને ફરી એકવાર લેન્ડરની સ્થિતિ કે તસવીર લેવાનો પ્રયાસ કરવામાં આવશે.

    આ પણ વાંચો,

    અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સામે સંકટ! ઉદ્ધવ સરકાર પ્રોજેક્ટની સમીક્ષા કરશે
    હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : પોલીસે મહિલા ડૉક્ટરને નવું નામ આપ્યું, કહ્યું- તેને 'દિશા' કહીને બોલાવો
    First published: