Home /News /national-international /

ચંદ્રયાન-2: NASA 'ઘાયલ' વિક્રમની તસવીરો ન લઈ શક્યું, આ છે કારણ

ચંદ્રયાન-2: NASA 'ઘાયલ' વિક્રમની તસવીરો ન લઈ શક્યું, આ છે કારણ

પ્રતીકાત્મક તસવીર

ઇસરોના વૈજ્ઞાનિકોએ લૅન્ડર વિક્રમ સાથે ફરી સંપર્ક સાધવાની આશા હવે છોડી દીધી છે

    ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO)ના વૈજ્ઞાનિકોએ લૅન્ડર વિક્રમ (Lander Vikram) સાથે ફરીથી સંપર્ક સાધવા માટેની આશા હવે છોડી દીધી છે. ચંદ્રયાન-2 (Chandrayaan 2) મિશનમાં ભારત માટે અંતિમ આશા દુનિયાના સૌથી મોટા સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન નાસા (NASA) હતું. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ત્યાંથી પણ સારા સમાચાર નથી મળ્યા. નાસાનું ઑર્બિટર લૅન્ડર વિક્રમની તસવીરો લેવામાં નિષ્ફળ રહ્યું છે.

    7 સપ્ટેમ્બરે ચંદ્રયાન-2નું લૅન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર હાર્ડ લૅન્ડિંગ થયું હતું. તેના કારણે લૅન્ડરના ચારમાંથી એક થ્રસ્ટર ત્રાંસુ થઈ ગયું અને ગ્રાઉન્ડ સ્ટેશનથી સંપર્ક તૂટી ગયો. ચંદ્ર પર લૂનર ડે ખતમ થયા બાદ અંધારું થઈ ગયું છે. જેગી હવે ઘાયલ વિક્રમની તસવીરો પણ નથી મળી રહી.

    બે દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા કે નાસાનો સૅટેલાઇટ LRO આ દિવસોમાં ચંદ્રની પરિક્રમા કરી રહ્યો છે અને તે બુધવારની રાત્રે તે વિસ્તારની પાસે પહોંચવાનો છે, જ્યાં કદાચ લૅન્ડર વિક્રમ પડ્યું હોય. પરંતુ અમેરિકાની અંતરિક્ષ એજન્સીનું કહેવું છે કે તે તેમના ઑર્બિટરમાં લાગેલા કેમેરાની પહોંચથી બહાર છે.

    તસવીર ન લેવાનું આ છે કારણ


    વેબસાઇટ એવિએશન વીક મુજબ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં જ્યાં લૅન્ડર વિક્રમ સંપર્કથી બહાર થયું છે, ત્યાં લાંબા પડછાયા પડવાના કાણે કેમેરા યોગ્ય રીતે તસવીરો નથી લઈ શક્યા. મૂળે, ચંદ્ર ખાતે બે સપ્તાહ દિવસ બાદ ફરીથી રાત થઈ જાય છે. એવામાં આ ફેરફારના સમયમાં ત્યાંના મોટાભાગા વિસ્તારોને પડછાયાએ ઘેરી લીધા છે. એવામાં લૂનર રિકોનિસેંસ ઑર્બિટર કેમેરા (LROC) ત્યાંની તસવીરો નથી લઈ શક્યું.

    ઈસરોએ 22 જુલાઈએ ચંદ્રયાન-2ને લૉન્ચ કર્યુ હતું.


    આ પણ વાંચો, Chandrayaan-2: લૅન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવો હવે અશક્ય, ચંદ્ર પર થશે રાત

    ઇસરોએ કહ્યુ, Thank You

    ઇસરોએ ચંદ્રયાન-2 માટે દેશ અને દુનિયાથી મળેલા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો છે. ઇસરોના વૈજ્ઞાનિકે જણાવ્યું કે મિશનનો માત્ર 5 ટકા હિસ્સો જ પ્રભાવિત થયો છે. 95 ટકા હિસ્સો કામ કરતો રહેશે. 5 ટકા હિસ્સામાં માત્ર લૅન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક તૂટ્યો છે. તેના કારણે ચંદ્રની સપાટી વિશે જાણકારી નથી મળી શકી, પરંતુ મિશનના બાકી 90 ટકા હિસ્સાથી બીજા પ્રકારની જાણકારી મળતી રહેશે.

    લૅન્ડર વિક્રમ સાથે શું થયું હતું?

    7 સપ્ટેમ્બરની અડધી રાત્રે 1:50 વાગ્યાની આસપાસ લૅન્ડર વિક્રમનો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચતા પહેલા સંપર્ક તૂટી ગયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે ચંદ્ર પર સૂરજનો પ્રકાશ પડવાની શરૂઆત થઈ હતી. નોંધનીય છે કે, ચંદ્ર પર એક દિવસ એટલે કે સૂરજના પ્રકાશવાળો તમામ સમય પૃથ્વીના 14 દિવસની બરાબર હોય છે. એવામાં 7 તારીખ બાદથી 14 દિવસ એટલે કે 20-21 સપ્ટેમ્બરે ચંદ્ર પર કાળી રાત થઈ જશે.

    આ પણ વાંચો, Chandrayaan-2: ઇસરોએ કહ્યુ, ભારતીયોના સપનાને સાકાર કરતા રહીશું
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chandrayaan-2, Lander vikram, Mission Moon, Nasa, ઇસરો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन