ચંદ્રયાન-2 : લૅન્ડિંગની છેલ્લી 15 મિનિટ શ્વાસ થંભાવી દેશે, આ કારણે પડકારરૂપ

News18 Gujarati
Updated: September 6, 2019, 10:36 AM IST
ચંદ્રયાન-2 : લૅન્ડિંગની છેલ્લી 15 મિનિટ શ્વાસ થંભાવી દેશે, આ કારણે પડકારરૂપ
આજે રાત્રે ચંદ્રયાન-2નું લૅન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરશે. (News18 Creative by Mir Suhail)

ઇસરોના પ્રમુખે કહ્યું છે કે સોફટ લૅન્ડિંગ હૃદયના ધબકારા થંભાવી દેનારું સાબિત થશે કારણ કે ઇસરોએ આવું પહેલા ક્યારેય નથી કર્યુ

  • Share this:
બેંગલુરુ : લગભગ દોઢ મહિના પહેલા ચંદ્રની સફરે ઉપડેલું ચંદ્રયાન-2 (Chandrayaan 2) આજે ઈતિહાસ રચવાનું છે. આજે રાત્રે ચંદ્રયાન-2નું લૅન્ડર 'વિક્રમ' (Vikram lander) ચંદ્રની સપાટી પર ઉતરશે. આ એક એવી ક્ષણ છે જેની પર સમગ્ર વિશ્વાની નજર ટકેલી રહેશે. પરંતુ લૅન્ડિંગની અંતિમ ક્ષણો દરમિયાન સવા અબજ ભારતીયોના શ્વાસ થંભી જશે.

મૂળે, લૅન્ડિંગની અંતિમ 15 મિનિટમાં ચંદ્રયાન-2ની સૌથી મોટી પરીક્ષા થવાની છે. લૅન્ડર 'વિક્રમ'નું સોફ્ટ લૅન્ડિંગ થશે જ તો આ મિશનને સફળ માનવામાં આવશે. આવો સરળ ભાષામાં એ સમજવાનો પ્રયાસ કરીએ કે છેલ્લી 15 મિનિટ ઇસરો (Indian Space Research Organization)ના સ્પેસ સાયન્ટિસ્ટો માટે કેમ પડકારરૂપ છે.
આ પણ વાંચો, ઐતિહાસિક દિવસ : ભારત આજે રાત્રે ઈતિહાસ રચવા ચંદ્ર પર ઉતરશે

>> આજે રાત્રે 1:50 વાગ્યા બાદ લૅન્ડર 'વિક્રમ'ની ઝડપ લગભગ 6 કિલોમીટર પ્રતિ સેકન્ડ હશે. બીજા શબ્દોમાં કહીએ તો આ ઝડપ 21,600 કિલોમીટર પ્રતિક કલાકની હશે. એટલે કે કોમર્શિયલ ફ્લાઇટની સરેરાશ ઝડપથી 30-40 ગણી વધુ. સામાન્ય રીતે એક ફ્લાઇટની ઝડપ 500-900 કિલોમીટર પ્રતિક કલાકની હોય છે.

>> લૅન્ડિંગની છેલ્લી 15 મિનિટ દરમિયાન લૅન્ડર 'વિક્રમ'ની ઝડપને ખૂબ જ ઓછી કરવી પડશે. તેની હાલની ઝડપ 6 કિલોમીટર પ્રતિ સેકન્ડને ઘટાડીને 2 મીટર પ્રતિ સેકન્ડ પર લાવવી પડશે. એટલે કે 7 કિલોમીટર પ્રતિ કલાક. અચાનક આટલી ઝડપને ઓછી કરવી વૈજ્ઞાનિકો માટે મુશ્કેલ પડકાર હશે.

>> સ્પેસમાં લૅન્ડર 'વિક્રમ'ની ઝડપને ઓછી કરવા માટે થ્રસ્ટર (thruster)નો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી સ્પેસક્રાફ્ટની ઝડપ વધારવામાં આવે છે. પરંતુ ઊંધી દિશામાં તેના ઉપયોગથી સ્પેસક્રાફ્ટની ઝડપ ઓછી હોય છે. સ્પેસક્રાફ્ટ પોતાની આગળ વધવાની દિશામાં જ થ્રસ્ટરનો ઉપયોગ કરશે જેનાથી તેની ઝડપ ઘટી જશે.

>> લૅન્ડર 'વિક્રમ'ને એ પણ ધ્યાન રાખવું પડશે કે તે ક્યાં લૅન્ડ રહી રહ્યું છે. એટલે કે તે સ્થળ સમતલ છે કે નહીં.

>> લૅન્ડરના ચંદ્ર પર ઉતરવાના લગભગ 3 કલાક બાદ તેની અંદરથી રોવર 'પ્રજ્ઞાન' બહાર આવશે.

>> ઇસરોના પ્રમુખ કે. સિવને કહ્યું છે કે સોફટ લૅન્ડિંગ હૃદયના ધબકારા થંભાવી દેનારું સાબિત થઈ શકે છે કારણ કે ઇસરોએ આવું પહેલા ક્યારેય નથી કર્યુ.

>> ઇસરો એટલા માટે પણ ડરી રહ્યું છે કારણ કે આ વર્ષે એપ્રિલમાં જ ઇઝરાયલનું એક મિશન નિષ્ફળ રહ્યું હતું. વૈજ્ઞાનિક લૅન્ડરની ઝડપ ઓછી કરવામાં સફળ નહોતા રહ્યા. જેથી ચંદ્ર પર ક્રેશ લેન્ડિંગ થઈ ગયું હતું.

>> નોંધનીય છે કે, અત્યાર સુધી ચંદ્ર પર 109 મિશનમાંથી 41 નિષ્ફળ થયા છે.

આ પણ વાંચો, ભારત-રશિયાની ભાગીદારીથી એક અને એક 11 બનવાનો અવસરઃ PM
First published: September 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading