LIVE NOW

Chandrayaan-2 : લેન્ડરનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો 2.1 KMએ સંપર્ક તૂટ્યો, ISRO કારણ ચેક કરશે

ચંદ્રયાન-2ના લૅન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સોફ્ટ લૅન્ડિંગ કરવા માટે તૈયાર છે

gujarati.news18.com | September 7, 2019, 6:51 AM IST
facebook Twitter Linkedin
Last Updated September 7, 2019
auto-refresh
Load More
ઇસરો (ISRO)ના ચંદ્રયાન-2 (Chandrayaan-2)ના લૅન્ડર 'વિક્રમ' શનિવાર સવારે ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સોફ્ટ લૅન્ડિંગ કરવા માટે તૈયાર હતું. ત્યારે જ વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી માત્ર 2.1 કિમી દુર હતું, તેજ સમયે અચાનક લેન્ડરનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો. ઈસરો દ્વારા ડેટા આવવાની રાહ જોવામાં આવી રહી છે. તે પછી જ શું થયું તેનું સાચુ કારણ જાણી શકાશે.

આ ઐતિહાસિક ઘટના સમયે હાજર રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જુઓ જીવનમાં ઉતાર-ચઢાવ તો આવતા રહે છે. આ કોઈ નાની એચિવમેન્ટ નથી, દેશ તમારા પર ગર્વ કરે છે. ફરીથી કમ્યુનિકેશન શરૂ થયું તો, હજુ પણ આશા બચી છે. મારી તરફથી વૈજ્ઞાનિકોને શુભકામના, તમે લોકોએ વિજ્ઞાન અને માનવ જાતિની ખુબ મોટી સેવા કરી છે. હું પૂરી રીતે તમારી સાથે છુ, હિમ્મત સાથે ચલો.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), લગભગ 70 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે ઇસરોના બેંગલુરુ કેન્દ્રમાં તેને લાઇવ જોવા પહોંચ્યા હતા. તેની સાથે અમેરિકન એજન્સી નાસા સહિત તમામ દુનિયાની નજર આ અભિયાન પર ટકેલી છે.

અહીં વાંચો, Chandrayaan 2 લૅન્ડિંગ સાથે જોડાયેલા Live Updates -