Home /News /national-international /

ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, આગળ આ છે પડકારો

ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, આગળ આ છે પડકારો

આવો એક નજર કરીએ આવનારા 17 દિવસમાં ચંદ્રયાન-2ને કયા-કયા પડકારોનો સામનો કરવો પડશે

આવો એક નજર કરીએ આવનારા 17 દિવસમાં ચંદ્રયાન-2ને કયા-કયા પડકારોનો સામનો કરવો પડશે

    ચંદ્રયાન-2 પોતાના મિશન તરફથી સતત આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ મંગળવારે અંતરિક્ષ યાનને ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડી દીધું છે. ચંદ્રયાન-2 માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પડાવ છે. હવે દરેક લોકો 7 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ચંદ્રયાન-2 ચંદ્ર પર ઉતરશે, પરંતુ આ પહેલા હજુ તેને અનેક મહત્વપૂર્ણ પડાવ પાર કરવાના છે. આવો એક નજર નાખીએ આવનારા 17 દિવસમાં ચંદ્રયાન-2ને વધુ કેટલા પડકારોનો સામનો કરવો પડશે.

    ચંદ્રની ખૂબ જ નજીક

    ચંદ્રયાન-2એ અત્યાર સુધી 3 લાખ 84 હજાર કિમીનું અંતર કાપી લીધું છે. ચંદ્રની કક્ષામાં પ્રવેશ્યા બાદ હવે ચંદ્રયાન-2ને 18 હજાર કિમીનું અંદર વધુ કાપવાનું છે.

    ચાર મહત્વપૂર્ણ પડાવ

    હવે ચંદ્રયાન-2ને ચાર વધુ કક્ષાઓ પાર કરવી પડશે. ઇસરો મુજબ, તેની દિશામાં ચાર અલગ-અલગ દિવસે ફેરફાર કરવામાં આવશે. તે છે 21, 28, 30 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર. તેને પાર કર્યા બાદ ચંદ્રયાન-2 ચંદ્રથી માત્ર 100 કિમી દૂર રહી જશે.

    આ પણ વાંચો, ચંદ્રયાન-2એ પાર કર્યો સૌથી મુશ્કેલ ફેઝ, ચંદ્રની કક્ષામાં પ્રવેશ


    7 સપ્ટેમ્બરની પ્રતીક્ષા


    2 સપ્ટેમ્બરે લેન્ડર વિક્રમ પોતાના ઓર્બિટરથી અલગ થઈ જશે. ત્યારબાદ લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરી જશે.

    ખૂબ જ મહત્વપૂર્ણ હશે તે 15 મિનિટ

    લેન્ડિંગ સમયે 15 મિનિટ ખૂબ મહત્વપૂર્ણ હશે. ચંદ્રની સપાટીથી 30 કિમી દૂર લેન્ડિંગ પહેલા ચંદ્રયાન-2ની ઝડપ ખૂબ ઓછી કરી દેવામાં આવશે. સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળતાં જ ભારત આવું કરનારો દુનિયાનો ચોથો દેશ બની જશે. હજુ સુધી અમેરિકા, રશિયા અને ચીને જ આવું કારનામું કર્યુ છે.

    રોવરથી અલગ થશે લેન્ડર

    લેન્ડિંગ બાદ 6 પૈડાવાળા પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી અલગ થઈ જશે. આ પ્રક્રિયામાં 4 કલાકનો સમય લાગશે. ઇસરોએ જણાવ્યું હતું કે ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રના ચક્કર લગાવશે, હવે તેનું બે વર્ષ સુધી કામ કરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો, ISROના ચેરમેન સિવને કહ્યુ- ચંદ્રયાન 2એ સૌથી મોટો પડકાર પાર કર્યો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chandrayaan-2, Moon Mission, Vikram Lander, ઇસરો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन