ભારતના મિશન ચંદ્રયાન-2ને સોમવાર બપોરે લોન્ચ કરવામાં આવશે. ભારતના મિશન ચંદ્રયાન-2માં રોબોટિક રોવરને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે. જીએસએલવી એમકે-3 રોકેટથી ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવશે.
તેના મોટા આકારના કારણે નામ આપવામાં આવ્યું છે 'બાહુબલી'
ચંદ્રયાન મિશન-2માં રોબોટિક રોવરને ચંદ્ર પર લઈ જનારા રોકેટને તેના વિશાળકાય આકારના કારણે બાહુબલી નામ આપવામાં આવ્યું છે. મૂળે, તેનું નામ જિયોસિંક્રોનસ સ્ટેન્ડિંગ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ માર્ક 3 એટલે કે GSLV MK3 છે. ઈસરોના વૈજ્ઞાનિક તેને બાહુબલી કહી રહ્યા છે. બાહુબલીનું વજન લગભગ 640 ટન છે. તેની ઉંચાઈ 15 માળની બિલ્ડિંગ જેટલી છે.
બાહુબલી રોકેટ લગભગ 3.8 ટન વજનના સેટેલાઇટને ચંદ્ર પર લઈ જશે. ભારતના સૌથી ભારે-ભરખમ લોન્ચ પેડથી આ ત્રીજું લોન્ચ હશે.
શું છે બાહુબલીની ખાસિયતો?
- તે અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી લોન્ચર છે. જેને સમગ્રપણે દેશમાં બનાવવામાં આવ્યું છે. - તે અત્યાર સુધીનું સૌથી ભારે લોન્ચર છે. તેનું વજન 640 ટન છે. - તે અત્યાર સુધીનું સૌથી ઉંચાઈ ધરાવતું લોન્ચર છે. તેની ઉંચાઈ 15 માળની બિલ્ડિંગ જેટલી છે. - તે 4 ટન વજનના સેટેલાઇટને આકાશમાં લઈ જવા સક્ષમ છે. લો અર્થ ઓર્બિટમાં 10 ટન વજનના સેટેલાઇટને લઈ જઈ શકે છે. - તે ચંદ્રયાન મિશન-2ના સેટેલાઇટને તેના ઓર્બિટમાં સ્થાપિત કરશે. - તેમાં સૌથી શક્તિશાળી ક્રાયોજેનિક એન્જિન C25 લાગેલું છે જેને CE-20 પાવર આપશે. - તેમાં S200 રોકેટ બૂસ્ટર લાગેલા છે જે રોકેટને એટલી શક્તિ આપશે કે તે આકાશમાં છલાંગ લગાવી શકશે. S200ને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે. - GSLV Mk 3ના અલગ-અલગ મોડલનું અત્યાર સુધી ત્રણ વાર સફળ લોન્ચિંગ થઈ ચૂક્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર