ચંદ્રશેખરે કહ્યું- જરૂર પડશે તો ભીમા કોરેગાંવ જેવી ઘટનાનું કરીશું પુનરાવર્તન

આપણે સૌએ મરવું પણ પડે પરંતુ મોદીને ફરીથી પીએમ નહીં બનવા દઈએ: ચંદ્રશેખર

News18 Gujarati
Updated: March 15, 2019, 5:36 PM IST
ચંદ્રશેખરે કહ્યું- જરૂર પડશે તો ભીમા કોરેગાંવ જેવી ઘટનાનું કરીશું પુનરાવર્તન
આપણે સૌએ મરવું પણ પડે પરંતુ મોદીને ફરીથી પીએમ નહીં બનવા દઈએ: ચંદ્રશેખર
News18 Gujarati
Updated: March 15, 2019, 5:36 PM IST
ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરે દિલ્હીના જંતર-મંતરથી કહ્યું કે જો અમારી માંગો નહીં માનવામાં આવી તો તેના માટે ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે. તેઓએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે જો અમને નજરઅંદાજ કરવામાં આવ્યા તો એવી સ્થિતિમાં બહુજન સમાજના લોકો ભીમા-કોરેગાંવ જેવી ઘટનાનું પુનરાવર્તન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જંતર-મંતર પર બસપા સંસ્થાપક કાંશીરામની જયંતી પર બહુજન હુંકાર રેલી આયોજિત કરવામાં આવી છે. જેમાં ચંદ્રશેખર આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ યુવાઓને સંબોધિત કર્યા. ચંદ્રશેખરના પ્રમોશનમાં અનામત સહિત અનેક માંગો છે.

ઓબીસી અનામત પર ચંદ્રશેખરે કહ્યું કે, મોદી સરકાર અમારી સાથે ન્યાય નથી કરી રહી. મુલાયમે કહ્યું કે આપણે ફરીથી મોદીને પીએમ બનાવવા જોઈએ. હું કહું છું કે આપણે સૌએ મરવું પણ પડે પરંતુ મોદીને ફરીથી પીએમ નહીં બનવા દઈએ. અખિલેશ, બહુજન છે. આપનું સમર્થન કરે છે. મને મળવા ન આવો, મને કોઈ દરકાર નથી. પરંતુ તમારે મારા સવાલોના જવાબ આપવા પડશે.ચંદ્રશેખરે લોકોને પૂછ્યું કે શું તમે ઈચ્છો છો કે હું મોદીને હરાવવા માટે વારાણસી જઉં? લોકોએ હામાં જવાબ આપ્યો. ત્યારબાદ ચંદ્રશેખરે કહ્યું કે હું એક સુરક્ષિત સીટ પસંદ કરી શકતો હતો, પરંતુ હું નેતા નથી બનવા માગતો. હું બહુજન સમાજનો દીકરો છું. આ દરમિયાન ચંદ્રશેખરે કાંશીરામની બહેનને ગઠબંધનન તરફથી ટિકિટ આપવાની ભલામણ કરી.

નોંધનીય છે કે, ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરે બહુજન હુંકાર રેલીની શરૂઆત કરી હતી. આ યાત્રા રવિદાસ છાત્રાલયથી શરૂ થવાની હતી, પરંતુ આચાર સંહિતા લાગુ થવાના કારણે યાત્રાને મંજૂરી ન આપવામાં આવી. તેમ છતાંય ભીમ આર્મીએ બહુજન હુંકાર રેલીની શરૂઆત કરી પરંતુ મંગળવારે દેવબંધના પ્રશાસને તેમની રેલીને રોકી દીધી. યાત્રાને રોકવાને લઈને થયેલા હોબાળા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી.

પ્રશાસને ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘનને કારણે ચંદ્રશેખરને કસ્ટડીમાં લઈ લીધા હતા. પરંતુ તબિયત બગડવાને કારણે તેમને મેરઠની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે બુધવારે તેમની મુલાકાત લીધી હતી.
First published: March 15, 2019
વધુ વાંચો अगली ख़बर