Home /News /national-international /મિશન મૂન : ચંદ્રયાન-2ને ચંદ્ર પર મોકલશે ખેડૂતનો આ દીકરો

મિશન મૂન : ચંદ્રયાન-2ને ચંદ્ર પર મોકલશે ખેડૂતનો આ દીકરો

ઈસરો વૈજ્ઞાનિક ચંદ્રકાંતાની ફાઇલ તસવીર

વૈજ્ઞાનિક ચંદ્રકાંતાએ ભારતીય ઉપગ્રહો અને ગ્રાઉન્ડ સ્ટેશનો માટે એન્ટેના સિસ્ટમ ડિઝાઇન કરી છે

(સુજીત નાથ)

પશ્ચિમ બંગાળના કોલકાતાના શિબપુર ગામમાં ખેડૂત મધુસૂદન કુમારના ઘરમા જ્યારે દીકરાનો જન્મ થયો તો તેનું નામ સૂર્યકાતાં રાખવા માંગતા હતા. પરંતુ એક સ્કૂલ ટીચરની સલાહ પર તેઓએ પોતાના દીકરાનું નામ ચંદ્રકાંતા રાખી દીધું.

હવે એ યોગાનુયોગ કે ઈશ્વરની ઈચ્છા એ કહેવું મુશ્કેલ છે, પરંતુ ચંદ્રકાંતા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના એક સીનિયર વૈજ્ઞાનિક છે અને ચંદ્રયાન-2 મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. ચંદ્રયાન-2ને સોમવારે બપોરે લોન્ચ કરવામાં આવશે.

મધુસૂદન કુમારે ન્યૂઝ18 સાથે વાત કરતાં જણાવ્યું કે, જ્યારે મિશનને ટાળવામાં આવ્યું તો અમે દુ:ખી થયા. પરંતુ અમે ભારતના સૌથી મુશ્કેલ ચંદ્ર મિશનના લોન્ચ માટે તૈયાર છીએ. અમને ખૂબ ગર્વ અને ખુશી છે કે અમારો દીકરો આ ટીમનો હિસ્સો છે, જે આવું કરશે.

ચંદ્રકાંતાને સોંપાઈ છે મહત્વપૂર્ણ જવાબદારી

ચંદ્રકાંતાએ ભારતીય ઉપગ્રહો અને ગ્રાઉન્ડ સ્ટેશનો માટે એન્ટેના સિસ્ટમ ડિઝાઇન કરી છે. તેઓએ ચંદ્રયાન-1, GSAT-12 અને ASTROSAT માટે પ્રોજેક્ટ મેનેજર, એન્ટેના સિસ્ટમ તરીકે કામ કર્યુ. હાલમાં તેઓ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટ છે, જે ચંદ્રયાન-2ની આરએઅફી પ્રણાલી માટે જવાબદાર છે અને યૂઆર રાવ સેટેલાઇટ સેન્ટર (યૂઆરએસસી)ના 'ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ' ખંડના પ્રમુખ છે.

પિતાએ કહ્યુ- મહેનતથી મળી સફળતા

ચંદ્રકાંતાના પિતા મધુસૂદન કુમારે કહ્યું કે, ખેતરમાં કામમાં વ્યસ્ત હોવાના કારણે મને ક્યારેય તેને ભણાવવાનો સમય ન મળ્યો. ચંદ્રકાંતાના અધ્યાપકોએ તેને તૈયાર કર્યો. તે હંમશા મહેનતુ હતો. તે 2001માં ઈસરોમાં સામેલ થયો અને મહેનત અને સમર્પણે તેને મહત્વપૂર્ણ મિશનમાં મુખ્ય વૈજ્ઞાનિક બનાવી દીધો.

આ પણ વાંચો, ચંદ્રયાન-2ને લઈ જનારા 'બાહુબલી' રોકેટની આ છે ખાસિયતો

ચંદ્રકાંતાની માતા દીકરાની ઉપલબ્ધિથી એટલા ખુશ હતા કે શબ્દોથી યોગ્ય રીતે વર્ણવી પણ ન શક્યા. તેઓએ કહ્યું કે, મારા દીકરાએ મને સવારે ફોન કર્યો અને ટીવી પર ચંદ્રયાન-2નું લોન્ચિંગ જોવા માટે કહ્યું. હું આજે ખૂબ ખુશ છું અને મને મારા દીકરા પર ગર્વ છે. તેણે અડચણોને પાર કરી અને વૈજ્ઞાનિક બન્યો.

નાનો ભાઈ પણ વૈજ્ઞાનિક

ચંદ્રકાંતાના નાના ભાઈ શશિકાંતનું નામ પણ ચંદ્ર પર મૂકવામાં આવશે અને તેઓ પણ વૈજ્ઞાનિક છે. ઉલ્લખેનીય છે કે, ચંદ્રયાન-2 સોમવાર બપોરે 2:43 વાગ્યે લોન્‍ચ કરવામાં આવશે. પહેલા તેનું લોન્ચિંગ 15 જુલાઈએ થવાનું હતું, પરંતુ ટેકનીકલ કારણોથી તેને રોકી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, ભારતનું ચંદ્રયાન-2 મિશન હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'થી 65.17% સસ્તું

આ પણ વાંચો, ચંદ્રયાન-2 મિશન પાછળ છે બે મહિલાઓ, જાણો કોણ છે રોકેટ વૂમન અને ડેટા ક્વીન
First published:

Tags: Chandrayaan-2, ISRO satellite launch, Mission Moon, ઇસરો, ખેડૂત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો