અમિત શાહના પત્રનો ચંદ્રબાબૂએ આપ્યો સળગતો જવાબ- કહ્યું કેમ જૂઠ ફેલાવી રહ્યાં છો?

News18 Gujarati
Updated: March 24, 2018, 11:59 PM IST
અમિત શાહના પત્રનો ચંદ્રબાબૂએ આપ્યો સળગતો જવાબ- કહ્યું કેમ જૂઠ ફેલાવી રહ્યાં છો?

  • Share this:
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચન્દ્રબાબૂ નાયડૂએ શનિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અધ્યક્ષ અમિત શાહના પત્રને રાજ્યના લોકોનું અપમાન ગણાવ્યું. અહી વિધાનસભામાં તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી) પ્રમુખ નાયડૂએ આરોપ લગાવ્યા છે કે, ભાજપ અધ્યક્ષ તથ્યોને ખોટી રીતે રજૂ કરી રહ્યાં છે અને તેલુગૂ લોકોની ભાવનાઓનું અપમાન કરી રહ્યાં છે. એનડીએના ગઠબંધનના છોડવાના પાર્ટીનાં નિર્ણયનો બચાવ કરતાં ચંદ્રબાબૂએ કહ્યું કે, આ લોકોની ભાવનાઓના અનુરૂપ નિર્ણય લેવામાં આવ્યો કેમ કે, લોકો કેન્દ્ર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોય તેવું અનુભવી રહ્યાં છે. NDAએ પોતાના ગઠબંધનના સાથીઓ અને રાજ્ય પ્રતિ પોતાની જવાબદારી નિભાવી નથી. ટીડીપીએ કહ્યું કે, ભાજપાએ રાજ્ય સાથે કોંગ્રેસ કરતાં પણ વધારે અન્યાય કર્યો છે. કોંગ્રેસે એક તરફ ઉતાવળે પગલા લઈને રાજ્યના બે ભાગ કરી નાંખ્યા, જ્યારે ભાજપાએ આંધ્રપ્રદેશ પુનર્રચના અધિનિયમ હેઠળ રાજ્યને આપવામાં આવેલ વચન નિભાવવામાં નિષ્ફળ રહી છે.

નાયડૂએ આ પ્રતિક્રિયા ભાજપ અધ્યક્ષ અમિત શાહે લખેલા પત્રના કેટલાક કલાકો બાદ આપી હતી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) દ્વારા સંબંધનો અંત લાવ્યાના એક અઠવાડિયા બાદ અમિત શાહે 23મી માર્ચના રોજ ટીડીપીને ટાર્ગેટ કરીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું છે કે આ નિર્ણય વિકાસના કામોની ચિંતા કર્યા વગર ફક્ત રાજકીય નફા-નુકસાન માટે લેવામાં આવેલો નિર્ણય હોય તેવું લાગી રહ્યું છે.અમિત શાહે કહ્યું કે આંધ્ર પ્રદેશના વિકાસને લઈને મોદી સરકારની પ્રતિબદ્ધતા ખૂબ દ્રઢ છે, તેમજ આ અંગે કોઈ સવાલ ન ઉઠાવી શકે. એનડીએથી અલગ થવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ બતાવતા શાહે પત્રમાં લખ્યું છે કે આ નિર્ણય સંપૂર્ણ રીતે રાજનીતિથી પ્રેરિત છે અને આમાં પ્રદેશના વિકાસનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી. શાહે લખ્યું છે કે ભાજપ હંમેશા વિકાસ અને કામની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે, આ જ અમારો પ્રેરણાસ્ત્રોત છે.

શાહે લખ્યું છે કે આંધ્ર પ્રદેશના વિભાજનને લઈને આજ સુધી ભાજપે પ્રદેશના લોકોના અવાજને વાચા આપી છે અને લોકોના હિતમાં કામ કર્યું છે. અમે સતત તેલુગુ લોકો અને તેલુગુ રાજ્યના હિતમાં કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસે પ્રદેશના વિભાજનમાં લોકોના હિતનું ધ્યાન રાખ્યું ન હતું, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસે પ્રદેશના વિભાજન વખતે લોકોની સંવેદનાનો બિલકુલ ખ્યાલ રાખ્યો ન હતો.
First published: March 24, 2018, 11:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading