ઉપવાસ પર બેઠેલા ચંદ્રબાબૂને મળ્યા રાહુલ, કહ્યું- PM જ્યાં જાય છે ત્યાં ખોટું બોલે છે

News18 Gujarati
Updated: February 11, 2019, 1:23 PM IST
ઉપવાસ પર બેઠેલા ચંદ્રબાબૂને મળ્યા રાહુલ, કહ્યું- PM જ્યાં જાય છે ત્યાં ખોટું બોલે છે
ચંદ્રબાબૂ નાયડૂ અને રાહુલ ગાંધી

ઉપવાસ પર બેઠેલા ચંદ્રબાબૂને મળ્યા રાહુલ, કહ્યું- PM જ્યાં જાય છે ત્યાં ખોટું બોલે છે

  • Share this:
આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને મુખ્યમંત્રી અને તેલુગૂ દેશમા પાર્ટી (ટીડીપી) અધ્યક્ષ એન ચંદ્રબાબૂ નાયડૂ સોમવારે દિલ્હીમાં એક દિવસના ઉપવાસ પર બેઠા છે. તેઓએ સોમવારે સવારે રાજઘાટ જઈને બાપૂની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પી અને પછી આંધ્ર ભવનમાં પોતાના ઉપવાસ શરૂ કર્યા. આ દરિમયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ મુદ્દે નાયડૂને સમર્થન દર્શાવવા આંધ્ર ભવન જઈને તેમની સાથે મુલાકાત કરી.

આ દરમિયાન પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આંધ્ર પ્રદેશના લોકોના સમર્થનમાં છું. આ કેવા પ્રકારના પીએમ છે? તેમણે આંધ્ર પ્રદેશના લોકોને આપેલો વાયદો પૂરો નથી કર્યો. મિસ્ટર મોદી જ્યાં જાય છે ખોટું બોલે છે. તેઓ વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છે.

આ દરમિયાન આંધ્ર ભવનમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ટીડીપી પ્રુમખ ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે, આજે અમે કેન્દ્ર સરકારની વિરુદ્ધ પ્રદર્શન કરવા અહીં આવ્યા છીએ. ધરણાના એક દિવસ પહેલા વડાપ્રધાન આંધ્ર પ્રદેશના ગુંટૂર આવ્યા હતા. હું પૂછવા માંગું છું કે તેની જરૂરી શું હતી.

 તેની સાથોસાથ નાયડૂએ પીએમ મોદીને ધમકીભર્યા સ્વરે કહ્યું કે જો તમે અમારી માંગો નહીં માનો તો અમે તે મનાવતા આવડે છે. આ આંધ્ર પ્રદેશના લોકોના સ્વાભિમાનનો મામલો છે. જ્યારે પણ તેઓ અમારા સ્વાભિમાન પર હુમલો કરશે, અમે તેને સહન નહીં કરીએ. હું આ ખાસ કરીને પીએમને ચેતવણી આપી રહ્યો છું કે તેઓ પર્સનલ અટેક બંધ કરે.

આ પણ વાંચો, રાહુલના નામે રાજ્યવર્ધન રાઠોડનો સંદેશ: આપણા સૈનિકો પૈસા માટે કામ નથી કરતા
First published: February 11, 2019, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading