TDPની રેલી પહેલા આંધ્રની જગન સરકારે ચંદ્રબાબૂ નાયડૂ અને તેમના દીકરાને નજરકેદ કર્યા

News18 Gujarati
Updated: September 11, 2019, 10:14 AM IST
TDPની રેલી પહેલા આંધ્રની જગન સરકારે ચંદ્રબાબૂ નાયડૂ અને તેમના દીકરાને નજરકેદ કર્યા
ચંદ્રબાબૂ નાયડૂએ રાજ્યભરમાં 12 કલાકની ભૂખ હડતાળનું આહ્વાન કર્યુ છે. (ફાઇલ તસવીર)

ટીડીપી કાર્યકર્તાઓ પર થઈ રહેલા હુમલાની વિરુદ્ધ આજે વિરોધ માર્ચ આયોજીત થાય તે પહેલાં કાર્યવાહી

  • Share this:
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ચીફ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ (Chandrababu Naidu) અને તેમના દીકરા નારા લોકેશને રાજ્ય સરકારે નજરકેદ કરી લીધા છે. મૂળે, નાયડૂએ રાજ્યમાં સત્તાધારી વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP)ની કથિત સંડોવણીથી ટીડીપી કાર્યકર્તાઓ પર થઈ રહેલા હુમલાની વિરુદ્ધ આજે વિરોધ માર્ચ (Chalo Atmakur) આયોજીત કરવાના હતા.

તેને ધ્યાને લેતાં વહિવટીતંત્રએ રાજ્યમાં નરસરાવપેટા, સત્તનપલ્લે, પાલનાડુ અને ગુરજલા વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. ટીડીપી કેડરને કોઈ પ્રકારના પ્રદર્શનથી રોકવાની વિરુદ્ધ નાયડૂએ રાજ્યભરમાં 12 કલાકની ભૂખ હડતાલનું આહ્વાન કર્યુ છે.

રાજ્યના પોલીસ મહાનિદેશક (ડીજીપી) ગૌતમ સાંવગે મંગળવારે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવાનું એલાન કરતાં કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની બેઠક, રેલી કે વિરોધ માર્ચની મંજૂરી નહીં આપવામાં આવે.
આ ઉપરાંત, ચંદ્રબાબૂના અમરાવતીમાં આવેલા નિવાસસ્થાને જઈ રહેલા નેતાઓની પણ પોલીસે રોકી લીધા. પૂર્વ મંત્રી પી. પુલ્લા રાવ, નક્કા આનંદ બાબૂ, અલ્પપતિ રાજા, સિદ્ધ રાઘવ રાવ, દેવીનેની ઉમામહેશ્વર રાવ, ધારાસભ્ય એમ ગિરિ, જી રામમોહન, પૂર્વ ધારાસભ્ય બોંડા ઉમા, એમએલસી વાઈવીબી રાજેન્દ્ર પ્રસાદ અને તેલુગુ યુવતાના અધ્યક્ષ દેવીનેની અવિનાશને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. નાયડૂએ આજે સવારે પાર્ટી નેતાઓની સાથે બેઠક કરી હતી અને પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर