Home /News /national-international /Chandigarh Viral MMS Case: વિદ્યાર્થિનીઓના MMS મામલે ચંદીગઢ યુનિવર્સિટીનું નિવેદન, આત્મહત્યાના પ્રયાસને અફવા ગણાવી

Chandigarh Viral MMS Case: વિદ્યાર્થિનીઓના MMS મામલે ચંદીગઢ યુનિવર્સિટીનું નિવેદન, આત્મહત્યાના પ્રયાસને અફવા ગણાવી

ચંદીગઢ યુનિવર્સિટી - ફાઇલ તસવીર

Chandigarh Viral MMS Case: પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીની એક ખાનગી કોલેજમાં એક વિદ્યાર્થિનીએ ત્યાં હોસ્ટેલમાં રહેતી 60 વિદ્યાર્થિનીઓના ન્હાતી વખતે વીડિયો બનાવીને શેર કરવાની ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે વિદ્યાર્થિનીની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં જ ચંદીગઢ યુનિવર્સિટીએ આ ઘટનાને લઈને નિવેદન બહાર પાડ્યું છે.

વધુ જુઓ ...
    ચંદીગઢઃ મોહાલી સ્થિત એક ખાનગી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 60 વિદ્યાર્થિનીઓનો ન્હાતો વીડિયો ઉતારીને કથિત રીતે વાયરલ કરવા મામલે ચંદીગઢ યુનિવર્સિટીએ એક નિવેદન જાહેર કર્યુ છે. ચંદીગઢ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. આરએસ. બાવાએ કહ્યુ હતુ કે, આવી અફવાઓને પગલે 7 વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. જો કે, સત્ય તો એ છે કે એકપણ છોકરીએ આવી કોઈ કોશિશ કરી નથી. આ ઘટનામાં એકપણ છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી.

    ડો. બાવાએ આ મામલે કહ્યુ છે કે, જુદી-જુદી વિદ્યાર્થિનીઓના 60 આપત્તિજનક એમએમએસ બહાર આવ્યાં છે તે પણ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવેલી એક અફવા છે. આ સદંતર જૂઠાણું છે અને નિરાધાર છે. વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થિનીનો આવો કોઈ વીડિયો મળ્યો નથી કે જે આપત્તિજનક હોય. માત્ર એક વિદ્યાર્થિનીનો પોતાનો અંગત વીડિયો મળી આવ્યો છે કે જે તેણે પ્રેમી સાથે શેર કર્યો હતો. અન્ય વિદ્યાર્થિનીઓની આપત્તિજનક વીડિયો શૂટ કરવાની વાત સદંતર જૂઠ્ઠી અને નિરાધાર છે.

    આ પણ વાંચોઃ 60 છોકરીઓના ન્હાતા MMS વાયરલ
     ‘ચંદીગઢ યુનિવર્સિટી દીકરીઓની સુરક્ષામાં સક્ષમ છે’

    ઉપકુલપતિએ આ મામલે કહ્યુ હતુ કે, વિદ્યાર્થિનીઓના કહ્યા પ્રમાણે ચંદીગઢ વિશ્વવિદ્યાલયે આગળની તપાસ પંજાબ પોલીસને સોંપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પોલીસે પણ આ મામલે એક વિદ્યાર્થિનીની ધરપકડ કરી છે અને આઇટી અધિનિયમ અંતર્ગત પ્રાથમિક અરજી દાખલ કરી છે. આગળની તપાસ માટે તમામ મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી પોલીસને સોંપવામાં આવી છે. ચંદીગઢ વિશ્વવિદ્યાલય પોલીસની તપાસમાં પૂરો સહયોગ આપશે. મહત્ત્વનું છે કે, વિશ્વવિદ્યાલય તેની તમામ દીકરી જેવી વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે કટિબદ્ધ અને સક્ષમ છે.’

    ઘટના પછી 8 યુવતીઓએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો


    રિપોર્ટ્સ મુજબ, ગર્લ્સ હોસ્ટેલમાં રહેનારી છોકરીઓના ઘણાં સમયથી આ રીતે ન્હાવાના વીડિયો બનાવવામાં આવતા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, મેનેજમેન્ટ તેમની પર આ બાબતને દબાવવા માટેનું દબાણ કરી રહ્યું છે. આ ઘટના પછી ભડકેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ મોડી રાતે કેમ્પસમાં દેખાવો કર્યા હતા. વાયરલ વીડિયોને લઈને 8 યુવતીઓ દ્વારા આત્મહત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે.

    આ પણ વાંચોઃ WhatsApp પર ભૂલથી પણ ના મોકલતા આ 3 વીડિયો

    વીડિયો બનાવનારી છોકરીને એક રૂમમાં પૂરી દેવાઈ


    આત્મહત્યાનો પ્રયત્ન કરનારી છોકરીઓને હાલ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. પંજાબ મહિલા આયોગના અધ્યક્ષ મનીષા ગુલાંટીએ આ મામલાની નોંધ લીધી છે. તે ખાનગી યુનિવર્સિટીમાં જશે, તેમની સાથી ડીસી અને એસએસપી પણ હાજર રહેશે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, તેમણે આ ગંભીર બાબતની ફરિયાદ યુનિવર્સિટી મેનેજમેન્ટને કરી હતી, જો કે અત્યાર સુધીમાં કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. એમ કહેવાઈ રહ્યું છે કે, જે યુવતી પર અન્ય છોકરીઓનો વીડિયો બનાવીને વાઈરલ કરવાનો આરોપ છે, તેને હોસ્ટેલમાં એક રૂમમાં પૂરી દેવામાં આવી છે.

    વીડિયો યુનિવર્સિટીના જ એક સ્ટુડન્ટે યુટ્યુબ પર પોસ્ટ કર્યો


    હોબાળો એટલો વધી ગયો કે, સિક્યોરિટી ગાર્ડ્સે યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ કરવો પડ્યો. પોલીસને તેની માહિતી આપવામાં આવી. ગુસ્સે ભરાયેલા સ્ટુડન્ટ્સે પોલીસની ગાડીઓને ઉંધી વાળી નાંખી હતી. તેને પગલે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. સૂત્રોનો જણાવ્યા મુજબ, જે યુવકે ઈન્ટરનેટ મીડિયા પર યુવતીઓને વીડિયો વાયરલ કર્યો છે, તે શિમલાનો રહેનારો છે. ખાનગી યુનિવર્સિટીમાં છોકરીઓના બાથરૂમની અંદરથી વીડિયો બનાવતી આરોપી યુવતીને રંગે હાથે પકડી લેવામાં આવી છે. જેનો વીડિયો યુનિવર્સિટીના જ એક સ્ટુડન્ટે યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે. મોડીરાતે જ્યારે છોકરીઓએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો તો મેનેજમેન્ટમાં હોબાળો મચી ગયો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Video viral, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन