Sonali Phogat Murder Case: CBIની ટીમ આ 10 સવાલના જવાબ મેળવવા માટે ગોવા જશે
સોનાલી ફોગાટ મર્ડર કેસની તપાસ માટે સીબીઆઈની ટીમ ગોવા જશે.
Sonali Phogat Murder Case: સીબીઆઈની ટીમ તપાસ શરૂ કરતાં પહેલાં ગોવામાં ઘટનાસ્થળે જશે અને તપાસ કરશે. આ સાથે જ ક્રાઇમ સીનને રિક્રિએટ કરવામાં આવશે. ગોવા પોલીસનું નિવેદન લેવામાં આવશે. સુધીર અને સુખવિંદર સહિત આ કેસમાં જોડાયેલા તમામ લોકોના નિવેદન લઈ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
નવી દિલ્હી / હિસારઃ ભાજપ નેતા સોનાલી ફોગાટની મોત મામલે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસ સીબીઆઈને સોંપવાની અરજી કરી દીધી છે. જો કે, સીબીઆઈ પાસે આ મામલો પહોંચવામાં ઘણો સમય લાગશે. કાયદાકીય પ્રકિયા અંતર્ગત કેસ ફાઇલ સીબીઆઈ ડાયરેક્ટર પાસે મોકલવામાં આવશે. ત્યારબાદ તેને સીબીઆઈના કયા યુનિટને માર્ક કરે છે તે જોવું રહ્યું. આશા રાખવામાં આવી રહી છે કે, સીબીઆઈની સ્પેશિયલ ક્રાઇમ યુનિટ આ મામલે તપાસ કરી શકે છે.
પુરાવા-સાયન્ટિફિક રીતે CBI તપાસ કરશે
સીબીઆઈની ટીમ તપાસ શરૂ કરતી વખતે સૌથી પહેલાં ઘટનાસ્થળની મુલાકાત લેશે અને તપાસ કરશે. ત્યાં ક્રાઇમ સીન રિક્રિએટ કરવામાં આવશે. ત્યારાબાદ ગોવા પોલીસનું નિવેદન લેવામાં આવશે. સુધીર, સુખવિંદર સહિત આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોના નિવેદન લઈને તેમની પૂછપરછ કરવામાં આવશે. સોનાલીનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટર, ફોરેન્સિક ટીમ, પરિવારના સભ્યોના નિવેદન પણ લેવામાં આવશે. પુરાવા અને સાયન્ટિફિક રીતે સીબીઆઈ આ મામલે તપાસ કરશે. સીબીઆઈ પાસે સોનાલી ફોગાટ મર્ડર કેસ સીબીઆઈ પાસે આવતા જ તે શું-શું તપાસ કરશે અને ગોવા જઈને કયા - કયા વણઉકેલાયેલા પ્રશ્નોના જવાબ મેળવશે તે જાણીએ...
સવાલ 1
આખરે સોનાલી ફોગાટના મોતનું કારણ શું છે?
સવાલ 2
જો સોનાલી ફોગાટની હત્યા કરવામાં આવી છે તો કયા કારણોસર તેની હત્યા થઈ અને તેની પાછળ રાજકારણ જવાબદાર છે કે કોઈ અંગત?
સવાલ 3
શું સોનાલી ફોગાટની હત્યા સોનાલીની કરોડો રૂપિયાની પ્રોપર્ટી હડપવા માટે કરવામાં આવી છે?
સવાલ 4
સોનાલીની હત્યાના આરોપમાં જેલમાં બંધ સુધીર અને સુખવિંદર માત્ર એક કડી જ છે કે પછી સોનાલીની હત્યા કરવા માટે ઘડવામાં આવેલા કાવતરાનું પરિણામ?
સવાલ 5
શું ખરેખર સોનાલીની હત્યા થઈ છે કે પછી આ એક ડ્રગ્ઝ ઓવરડોઝનો કેસ છે એટલે ઇરાદાપૂર્વક ન કરવામાં આવેલી હત્યા, આ તમામ એન્ગલ પર સીબીઆઈ તપાસ કરશે?
સવાલ 6
કેમ ગોવા પોલીસે શરૂઆતમાં સોનાલી ફોગાટને હાર્ટ એટેક આવવાનો દાવો કર્યો હતો, શું ગોવા પોલીસે તપાસમાં લાપરવાહી કરી છે?
સવાલ 7
સોનાલીના હત્યાનું કારણ શું છે? શું તેમને જાણીજોઈને ડ્રગ્સનો ઓવરડોઝ આપવામાં આવ્યો હતો? સોનાલી મોત કેસમાં ગોવા ડ્રગ્સનું કનેક્શન શું છે?
સવાલ 8
સીબીઆઈ સુધીર અને સુખવિંદરની કુંડળી ખોલશે?
સવાલ 9
શું સોનાલીએ પહેલીવાર ડ્રગ્સ લીધું હતું કે પછી તેઓ પહેલાં પણ ડ્રગ્સનું સેવન જાણતા-અજાણતા કરતા હતા? સોનાલીના તમામ શો અને તેની સાથે જોડાયેલા રાઝને સીબીઆઈ ફેંદશે.
સવાલ 10
સોનાલીને ગોવા કેમ લઈ જવામાં આવી હતી? તેની પાછળ શું ઇચ્છા હતી, શું સોનાલીને કોઈ ધમકી આપી રહ્યુ હતુ? જો હા, તો પછી તેમણે આ મામલે પરિવાર કે ઘરના કોઈ સભ્યને કંઈ કહ્યું હતું?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર