યુવતી જ્યારે રસ્તા કાઠે શ્વાનોને ખવડાવતી હતી, ત્યારે એક ઝડપી એસયુવી કારએ ટક્કર મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ (social media) મીડિયા પર વાયરલ (viral video) થઈ રહ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી વાહન અને ચાલકની ઓળખ થઈ શકી નથી.
ચંડીગઢ: એક 25 વર્ષીય છોકરી જે તેના ઘર પાસે શ્વાનોને ખવડાવી રહી હતી તેને એક ઝડપી એસયુવી કારએ જોરદાર ટક્કર મારી હતી. આ ઘટના શનિવારે રાત્રે જ બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા (social media) પર વાયરલ થયો (viral video) છે. અહેવાલો અનુસાર, તેજસ્વીતા અને તેની માતા મનજિંદર કૌર ફૂટપાથ પાસે રખડતા શ્વાનોને ખવડાવી રહ્યા હતા. ત્યારે એક હાઇસ્પીડ એસયુવીએ પુત્રી તેજસ્વીતાને કચડી નાંખી હતી.
હાલમાં તેમને સેક્ટર 16ની સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિટ એન્ડ રન કેસમાં હજુ સુધી વાહન અને ચાલકની ઓળખ થઈ શકી નથી. પોલીસ કહ્યું હતું કે, પરિવાર અને પીડિતાના નિવેદનો નોંધવાના બાકી છે. આ ઘટના અંગે FIR નોંધવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેજસ્વીતાને માથા સહિત ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે અને ડોક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, તેજસ્વીતા શ્વાનોને ખોરાક આપી રહી છે, જ્યારે એક ઝડપી એસયુવીએ તેને ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત બાળકીની માતા મનજિંદર કૌરે જણાવ્યું કે, ટક્કર માર્યા બાદ એસયુવી કાર અટકી ન હતી. ઈજાગ્રસ્ત તેજસ્વિતા મદદ માટે બોલાવતી રહી, પરંતુ કોઈ તેના માટે રોકાયું નહીં.
બાળકીના પિતાએ જણાવ્યું કે, દીકરી સિવિલ સર્વિસ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહી છે અને તે દરરોજ શ્વાનોને ખવડાવે છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેજસ્વીતાની હાલત ખતરાથી બહાર છે, પરંતુ તેણે થોડો સમય સારવાર ચાલુ રાખવી પડશે. નોંધપાત્ર વાત એ છે કે, 1 જાન્યુઆરીના રોજ વહેલી સવારે દિલ્હીમાં એક કારે એક છોકરીને ટક્કર મારી હતી, ત્યારબાદ છોકરી કારમાં ફસાઈ ગઈ હતી અને ઘણા કિલોમીટર સુધી ખેંચાઈ ગયા બાદ તેનું મૃત્યુ થયું હતું. દેશના અન્ય સ્થળોએથી પણ હિટ એન્ડ રનના કેસ નોંધાયા છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર