મોહાલી RPG એટેકમાં મોટો ખુલાસો, યુપીના બે કદાવર નેતાએ આરોપીને મદદ કરી હતી
આરીપીજી એટેક મામલે ગઈકાલે એક સગીરની ધરપકડ કરી હતી.
પંજાબના મોહાલી સ્થિત પોલીસ હેડક્વાર્ટર પર 9મેએ થયેલા આરપીજી એટેક મામલે પકડાયેલા સગીરને અંદાજે એક વર્ષ સુધી કદાવર નેતાનો અંગત સુરક્ષાકર્મી રહ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે આ કદાવર નેતાના ઘરે સર્ચ ઓપરેશન કર્યુ હતુ અને પૂછપરછ માટે લીગલ નોટિસ ફટકારી હતી.
નવી દિલ્હીઃ પંજાબના મોહાલી પોલીસ હેડક્વાર્ટર પર 9મેના દિવસે થયેલાં આરપીજી એટેક મામલે પકડાયેલા સગીરની પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો છે. પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ કેસના બે આરોપી યુપીના બે કદાવર નેતાઓના ફાર્મ હાઉસમાં રહ્યા હતા. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, પૂછપરછમાં જાણવા મળ્યું હતુ કે, મૂસેવાલા હત્યાકાંડમાં સામેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર્સે સહિત અન્ય આરોપીઓએ પણ આ બંને નેતાઓના ઘરે જ રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, મોહાલી આરપીજી એટેકના પકડાયેલો માસ્ટરમાઇન્ડ આ સગીર એક વર્ષ સુધી આ નેતાનો અંગત સુરક્ષાકર્મી પણ રહ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે આ નેતાના ઘરે સર્ચ ઓપરેશન કર્યુ હતુ અને તેને પૂછપરછ માટે લીગલ નોટિસ પણ ફટકારી હતી. સ્પેશિયલ સેલે છેલ્લા કેટલાક દિવસમાં અયોધ્યાના આ કદાવર નેતાની પૂછપરછ કરી હતી. પોલીસ સૂત્રો પ્રમાણે, આ કદાવર નેતાને આગામી પૂછપરછ માટે ટૂંક સમયમાં દિલ્હી બોલાવવામાં આવશે.
પોલીસના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, તેમને જાણવા મળ્યું છે કે, મોહાલી આરપીજી એટેક મામલે ફરાર અન્ય એક માસ્ટરમાઇન્ડ દીપક સરખપુરે જ સગીરને લોરેન્સ ગેંગ સાથે મુલાકાત કરાવી હતી. દીપક સરખપુર કેટલોક સમય આ જ યુપીના કદાવર નેતાના ફાર્મ હાઉસમાં રોકાયો હતો. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યુ છે કે, મોહાલી આરપીજી એટેક પહેલાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIએ બંને છોકરાને 10-10 લાખ રૂપિયા મોકલ્યા હતા. આ બંને છોકરાઓએ દિલ્હીમાં હાઇપ્રોફાઇલ મર્ડર કરવામાં વર્ચસ્વ જાળવી રાખવા માટે અને બીજી ગેંગમાં ડર જાળવી રાખવાનો ટાસ્ક સોંપવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતુ કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ યુપી, બિહાર અને ઝારખંડના કદાવર નેતાઓ સાથે જોડાયેલી છે. જેથી તે ભારતના કેટલાક રાજ્યોમાં ધીમે ધીમે તેમનું નેટવર્ક મોટું કરતું જાય અને ક્રાઇમ સિન્ડિકેટ ફેલાવી શકે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર