Home /News /national-international /પંજાબની જનતાને 1 જુલાઇથી મળશે 300 યૂનિટ ફ્રી વીજળી, રાજ્ય સરકારે કરી જાહેરાત

પંજાબની જનતાને 1 જુલાઇથી મળશે 300 યૂનિટ ફ્રી વીજળી, રાજ્ય સરકારે કરી જાહેરાત

પંજાબ CM ભગવંત માન

Punjab News: પંજાબ પર 3 લાખ કરોડ રૂપયિાનું દેવું છે ઘરેલયું ઉપયોગ માટે મફત વીજળી એટલે કે 5,000 કરોડ રૂપિયાનું વધુ દેવું થશે. ત્યારે મુખ્ય મંત્રી ભગવંત માનનો આ નિર્ણય ભલે પ્રજાલક્ષી હોય પણ તે રાજ્ય હિતમાં નથી તેવું નિષ્ણાંતોનું કહેવું છે.

વધુ જુઓ ...
    ચંદીગઢ: પંજાબની આમ આદમી પાર્ટી વાળી ભગવંત માન સરકારે રાજ્યની જનતા માટે 300 યૂનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારનાં નિર્ણય મુજબ, 1 જુલાઇ 2022થી રાજ્યની જનતાને 300 યૂનિટ ફ્રી વીજળી મળશે. પંજાબમાં સરકાર એક મહિનાનો કાર્યકાળ પૂર્ણ થવા પ રઆપ સરકારે સમાચાર પત્રોમાં એડવર્ટાઇઝમેન્ટ આપી છે જેમાં કહ્યું છે કે ,મફત વીજળીનો લાભ 1 જુલાઇથી શરૂ કરવામાં આવશે. જેની ઔપચારિક જાહેરાત મુખ્યમંત્રી ભગવંત માન આજે કરી શકે છે. જૂન 2021માં પંજાબનાં મતદાદાઓ માટે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલી ગેરન્ટી 300 યૂનિટ મફત વિજળીની કરી તી. આ વાયદો નવી દિલ્હીમાં તેમની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી યોજના સમાન હતો.

    અગાઉ પંજાબના ગ્રાહકોને દેશમાં સૌથી મોંઘી વીજળી મળતી હતી. પંજાબ સરકાર આ લાભને રજૂ કરવા માટે દિલ્હી પેટર્નને અનુસરવાની યોજના ધરાવે છે, જેના હેઠળ દર મહિને 300 યુનિટ સુધીનો વપરાશ મફત હશે. 300 યૂનિટથી વધુ વીજળીનો વપરાશ કરનારાઓએ ચૂકવણી કરવી પડશે. પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL)ના અધિકારીઓએ સરકારને સલાહ આપી છે કે વીજળી મુક્ત કરવાના વચનને ઉનાળાની ઋતુમાં લાગુ કરવાને બદલે ચોમાસામાં લાગુ કરવામાં આવે. કોલસાની અછતને કારણે પંજાબમાં વીજળીનું સંકટ ગમે ત્યારે ઘેરી બની શકે છે.

    આ પણ વાંચો-પર્વતીય વિસ્તારમાં વરસાદ, મેદાની વિસ્તારમાં લૂ, જાણો ક્યારે મળશે ગરમીથી રાહત?

    AAP સૂત્રોએ, જો કે, સંકેત આપ્યો કે પાર્ટી મફત વીજળીના તેના વચન પર પાછા જવા માટે તૈયાર નથી અને તે 73.39 લાખ ગ્રાહકોને પ્રદાન કરવા માંગે છે. જણાવી દઈએ કે પંજાબ પર 3 લાખ કરોડ રૂપિયાની લોન બાકી છે. ઘરેલું વપરાશ માટે મફત વીજળીનો અર્થ રૂ. 5,000 કરોડનો વધારાનો બોજ પડશે.
    તે હાલમાં પંજાબના કૃષિ પરિવારોને મફત વીજળી પૂરી પાડે છે અને તમામ અનુસૂચિત જાતિઓ, પછાત જાતિઓ અને ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારો (2016 માં શરૂ કરાયેલ એક યોજના) માટે 200 યુનિટ મફતમાં ઉપલબ્ધ છે.
    " isDesktop="true" id="1199698" >

    નાણાંકીય વર્ષ 2021-22માં રાજ્યનું કુલ વીજળી સબસિડી બિલ 10,668 કરોડ રૂપિયા હતું. તેમાંથી 7,180 કરોડ રૂપિયા ખેડૂતોને અને 1,627 કરોડ રૂપિયા એસસી, ઓબીસી અને બીપીએલ પરિવારોને સબસિડી તરીકે આપવામાં આવ્યા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Chandigarh punjab government, CM Bhagwant Mann, આપ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन