Home /News /national-international /

પ્રકાશસિંહ બાદલ બોલ્યા, 1984ના દંગાઓ કોંગ્રેસની દેન, રાજીવ ગાંધીએ આપ્યો હતો કત્લેઆમનો આદેશ

પ્રકાશસિંહ બાદલ બોલ્યા, 1984ના દંગાઓ કોંગ્રેસની દેન, રાજીવ ગાંધીએ આપ્યો હતો કત્લેઆમનો આદેશ

    પંજાબના કોટકપુર અને બહબલ કલામાં વર્ષ 2015માં થયેલ પ્રદર્શન દરમિયાન ફાયરિંગમાં શિખ સમુદાયના બે પ્રદર્શનકારીઓની મોત થઈ ગયા હતા. 26 ઓગસ્ટે આના તપાસની રિપોર્ટ પંજાબ વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી, જેના પર 28 ઓગસ્ટે ચર્ચા થઈ. કોંગ્રેસે આ રિપોર્ટને લઈને અકાલી સરકાર અને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર હુમલા કર્યા છે. જે પછી પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદ બાદલે 1984ના દંગાઓને લઈને કોંગ્રેસ પર પલટવાકર કર્યો છે.

    News18 પંજાબના સીનિયર એડિટર રિતેશ લક્ખી સાથે ખાસવાત ચીતમાં પ્રકાશ સિંહ બાદલે કોંગ્રેસ પાર્ટી પર ઘણા બધા સંગીન આરોપ લગાવ્યા છે. 1984ના શિખ દંગાઓનો ઉલ્લેખ કરતાં બાદલે કહ્યું, દુનિયા જાણે છે કે કોંગ્રેસનું ઈતિહાસ શિખ વિરોધી રહ્યું છે. 1984માં થયેલા દંગા કોંગ્રેસની દેન છે. રાજીવ ગાંધીએ શિખોનું કત્લેઆમ કરવાનો આદેશ આપ્યા હતા.

    પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલે કહ્યું, કોંગ્રેસ દરેક મુદ્દા પર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ઈન્દિરા ગાંધીએ શિખોના પવિત્ર સ્થાન પર હુમલો કરવાયો. દંગા માટે કોઈ ચાર લોકો જવાબદાર નથી પરંતુ આખી કોંગ્રેસ ગુનેહગાર છે.

    2015માં કોટકપુરા અને બહબલ કલાંમાં થયેલ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ પર પ્રકાશ સિંહ બાદલે કહ્યું, કેટલાક અસમાજિક તત્વોના કારણે દરેક શિખ દુ:ખી છે. કોંગ્રેસના સમયમાં પણ અપમાનજનક કામ થઈ રહ્યાં છે. જોકે, કલાં વિશે ના મને અને પ્રશાસનને કોઈ જ ખબર નહતી. વિરોધીઓ કોટકપુરા અને બહબલાને જોડીને રજૂ કરી રહ્યાં છે. હું વિરોધીઓને કહેવા માંગું છું કે, તેઓ ધાર્મિક બાબતોને રાજકીય રંગ ના આપે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: 1984 riots, Indira gandhi and rajiv gandhi, Parkash singh badal, Punjab congress

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन