Home /News /national-international /PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો, પંજાબમાં ડીજીપીથી માંડી મોટા ઓફિસરો સામે પગલાં લેવાની તૈયારી
PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો, પંજાબમાં ડીજીપીથી માંડી મોટા ઓફિસરો સામે પગલાં લેવાની તૈયારી
ફાઇલ તસવીર
પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોજપુર યાત્રા દરમિયાન થયેલી ચૂક મામલે કેન્દ્ર સરકારે પંજાબ સરકાર પાસે જવાબ માગ્યો છે. ત્યારે આ મામલે ચીફ સેક્રેટરી વીજે જંજુઆએ કહ્યુ છે કે, આખો રિપોર્ટ જલદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. આ મામલે દોષીઓ પર પણ કાર્યવાહી થશે.
અમન ભારદ્વાજ, ચંદીગઢઃ પંજાબમાં ગયા વર્ષે 5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિરજપુર યાત્રા દરમિયાન કાફલો 20 મિનિટ સુધી અત્યંત અસુરક્ષિત જગ્યામાં રોકાયેલો હતો. સુરક્ષામાં થયેલી આ મોટી ચૂક મામલે પંજાબ ચીફ સેક્રેટરીએ વીકે જંજુઆએ ન્યૂઝ18ને કહ્યુ હતુ કે, આ મામલે કેન્દ્રને રિપોર્ટ મોકલવામાં આવશે. આ મામલે તપાસમાં જો કોઈપણ દોષી બશે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે અને જો રિટાયર્ડ થઈ ગયા હોય તો તેમનું પેન્શન કાપી નાંખવામાં આવશે.
ચીફ સેક્રેટરી વીકે જંજુઆએ કહ્યુ હતુ કે, ઓફિસરોએ એક મોકો આપવામાં આવશે. જેથી તેઓ તેમની વાત મૂકી શકે. પહેલાં કેન્દ્ર સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે. પછી દોષિત પર કાર્યવાહી કરવામાં આવશે. પીએમ સિક્યોરિટી લેપ્સમાં ડીજીપીથી માંડીને અન્ય 8-9 મોટા ઓફિસરો પર કાર્યવાહી કરવામાં આવશે.
પીએમ મોદી બઠિંડાથી હુસૈનીવાલા સ્થિત શહીદ સ્મારક જતા હતા
પીએમ મોદી 5 જાન્યુઆરી 2022એ સવારે બઠિંડા પહોંચ્યા હતા. ત્યાંથી હેલિકોપ્ટરથી હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે વડાપ્રધાને અંદાજે 20 મિનિટ સુધી વાતાવરણ ચોખ્ખુ થવાની રાહ જોવી પડી હતી. જ્યારે વાતાવરણ સુધર્યું નહીં તો નિર્ણય લેવામાં આવ્યો કે વડાપ્રધાન રોડ મારફતે શહીદ સ્મારક જશે. તેમાં બે કલાક વધુ થશે. હુસૈનીવાલા સ્થિત શહીદ સ્મારકમાં અંદાજે 30 કિલોમીટર દૂર હતો ત્યારે વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જોયું તો કેટલાક પ્રદર્શનકારોએ રસ્તામાં વિરોધ કરતા હતા. ત્યારે વડાપ્રધાન 15થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર ફસાયેલા રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી હતી
પંજાબ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક રહી ગઈ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યુ હતુ કે, ફિરોજપુર એસએસપી કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે ફરજપાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, ભલે વડાપ્રધાનના રૂટ મામલે તેમને બે કલાક પહેલા સૂચના આપવામાં આવી હતી પરંતુ જવાન સાથેની વ્યવસ્થા હોવા છતાં તેઓ ફરજપાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર