ચંદીગઢ : NRIની પાર્ટીમાં એક ટેબલનું બિલ 20 લાખ રૂપિયા, 17 લાખનો દારૂ ઢીંચી ગયા, તપાસ શરૂ

ચંદીગઢ : NRIની પાર્ટીમાં એક ટેબલનું બિલ 20 લાખ રૂપિયા, 17 લાખનો દારૂ ઢીંચી ગયા, તપાસ શરૂ
પ્રતિકાત્મક તસવીર

ચંદીગઢમાં એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક એનઆરઆઈ વ્યક્તિએ ક્લબમાં મિત્રો માટે યોજેલી પાર્ટીમાં 6 મિત્રો સાથે મળી અને પાર્ટી કરવામાં આવી પરંતુ ક્લબ તરફથી આપવામાં આવેલા બિલના કારણે હાહાકાર મચી ગયો

 • Share this:
  ચંદીગઢ : કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાંથી (Chandigarh) એક ચોંકાવનારો મામલો આવ્યો છે. આ કિસ્સામાં એક એનઆરઆઈ વ્યક્તિએ ક્લબમાં મિત્રો માટે યોજેલી પાર્ટીમાં (Chandigarh NRI Party) 6 મિત્રો સાથે મળી અને પાર્ટી કરવામાં આવી પરંતુ ક્લબ તરફથી આપવામાં આવેલા બિલના કારણે હાહાકાર મચી ગયો છે. 6 સભ્યો માટે યોજાયેલી આ પાર્ટીમાં આ લોકોએ રાત્રે 2.00 વાગ્યા સુધીમાં ખાવાપીવાનું બિલ 19 લાખ 84 હજાર રૂપિયા આવ્યું હતું.

  જોકે, આશ્ચર્યજનક વાત તો એ છે કે આ બિલમાંથી 17 લાખ રૂપિયાનું બિલ તો દારૂનું જ હતું. NRIની ફરિયાદના આધારે મામલો પોલીસ અને એક્સાઇઝ અને ટેક્સેશન ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યો હતો. આ મામલે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ક્લબના 6 માલિકોને નોટિસ આપવામાં આવી છે. જોકે, પાર્ટી કરનારાઓને પણ રાત્રિના 2.00 વાગ્યા સુધી ક્લબ ખુલ્લું રખાવા બદલ કાયદાના સાણસામાં લેવામાં આવ્યા છે.  આ પણ વાંચો :  રોજ 160 રૂપિયાની બચત કરો, બનો રૂપિયા 23 લાખના માલિક, LIC આપી રહ્યું છે જોરદાર ઓફર

  મીડિયા અહેવાલો મુજબ ચંદીગઢના ઇન્ડસ્ટ્રિયલ એરિયાના એક ફેઝમાં આવેલા ક્લબમાં આ પાર્ટી થઈ હતી. આ પાર્ટીને પોલીસના દરોડા બાદ બંધ કરાવી દેવામાં આવી હતી. જોકે, પાર્ટી કરનારા વ્યક્તિએ એવું તો શું ખાધું અને શું પીધું હશે કે તેમનું બિલ 19.84 લાખ રૂપિયા આવ્યું એ પણ તપાસનો વિષય છે.

  જોકે, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે તેથી રાજ્યની જનતા માટે ગુજરાતની કોઈ પણ દારૂ વેચી શકતી ક્લબમાં દારૂ પિરસાતો નથી પરંતુ ગુજરાતમાં આવતા એલઆરઆઈ અને બહારના પ્રાંતના લોકોને ટેમ્પરરી લિકર પરમિટના આધારે લીકર આપવામાં આવે છે ત્યારે આ બિલનો કિસ્સો કોઈ પણ વ્યક્તિને હેરાન કરી શકે છે.

  આ પણ વાંચો :  દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર, અત્યારસુધી 1.45 લાખ લોકોએ જીવ ગુમાવ્યો

  આ મામલે ચંદીગઢ એક્સાઇઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ક્લબ માલિકોને નોટિસ પાઠવી અને જવાબ માંગવામાં આવ્યો છે. તેમજ ઓર્ડરમાં સર્વ કરવામાં આવેલા શેમ્પેન અને વાઇન ક્યાથી ખરીદવામાં આવી હતી તેનો પણ રેકોર્ડ રજૂ કરવામાં જણાવવામાં આવ્યું છે. હવે ક્લબ માલિકોએ ટેક્સેશન કમિશનર આરકે પોપલી સામે પોતાનો જવાબ રજૂ કરી હિસાબ આપવો પડશે.
  Published by:Jay Mishra
  First published:December 19, 2020, 08:18 am

  ટૉપ ન્યૂઝ