ચંડીગઢ: કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અનૂપ ગુપ્તાએ જીત નોંધાવી છે. હવે અનૂપ ગુપ્તા ચંડીગઢના નવા મેયર હશે. આમ આદમી પાર્ટીની બહુમતવાળી નગર નિગમ પર ભાજપે હવે કબ્જો કરી લીધો છે. ચંડીગઢ મેયર ચૂંટણી માટે કુલ 29 વોટ મેયર પદ માટે પડ્યા હતા. ચૂંટણીમાં ભાજપના અનૂપ ગુપ્તાને 15 વોટ મળ્યા હતા. તો વળી તેમના હરીફ એટલે કે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જસબીરને 14 વોટ મળ્યા હતા. એટલે કે, એક વોટથી ભાજપે ચંડીગઢ મેયર ચૂંટણી જીતી લીધી છે.
ભાજપના કંવરજીત સિંહ સીનિયર ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા છે. કંવરજીત સિંહે આપના તરુણા મહેતાને હરાવ્યા છે. આ ચૂંટણીનો કોંગ્રેસ અને અકાલી દળ પહેલાથી બહિષ્કાર કરી ચુક્યા છે.
ગત વર્ષે પણ ભાજપે ચંડીગઢ નગર નિગમના મેયર પદ પર આપને ફક્ત એક વોટથી હરાવીને જીત મેળવી હતી. બંને પાર્ટીને 14-14 વોટ મળ્યા હતા. જો કે આપ ઉમેદવાર અંજૂ કાત્યાલનો એક વોટ અમાન્ય જાહેર કરી દેવામાં આવ્યો હતો. જેવાથી ભાજપના સરબજીત કૌર માટે નિગમમાં ટોપની ખુરશી પર બેસવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર