વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા CIA સ્ટાફના ASIને લોકોએ રંગેહાથ ઝડપ્યો, VIDEO કર્યો વાયરલ

મહિલા સાથે રેપ કેસમાં એએસઆઈ રંગેહાથ ઝડપાયો

મહિલાએ જણાવ્યું કેવી રીતે બ્લેકમેઈલ કરી એસએસઆઈએ તેને મજબુર કરી, લોકોએ રંગેહાથ ઝડપ્યો તો મોંઢુ સંતાડી રડવા લાગ્યો.

 • Share this:
  ચંદીગઢ : પંજાબના બથિંડા જિલ્લામાં સીઆઈએ સ્ટાફના એએસઆઈને વિધવા મહિલા પર બળાત્કાર કરતા ગામના લોકોએ રંગે હાથે પકડ્યો હતો. આરોપી ગુરિન્દરસિંહે લોકોને જોઇને મોંઢુ સંતાડી રડવાનું શરૂ કર્યું હતું. લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને ઇન્ટરનેટ મીડિયા પર વાયરલ કરી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે, એએસઆઈએ પીડિત મહિલાના પુત્ર પર ડ્રગ હેરાફેરીનો કેસ નોંધ્યો હતો. આ પછી એએસઆઇ મહિલાની મદદ કરવાના બદલામાં બળાત્કાર ગુજારતો હતો.

  મંગળવારે રાત્રે જ્યારે એએસઆઈ મહિલાના ઘરે પહોંચ્યો તો ગામલોકોએ તેને રંગે હાથે પકડી પાડ્યો અને પોલીસ સ્ટેશન સોંપ્યો હતો. આ કેસમાં એસએસપી ભૂપેન્દ્રસિંહ વિર્કનું કહેવું છે કે, આરોપી પોલીસકર્મી પર કેસ નોંધવામાં આવ્યો છે અને તેને નોકરીથી બરતરફ કરવાની ભલામણ વિભાગને મોકલવામાં આવી રહી છે.

  આ પણ વાંચોકચ્છ: હવસખોરીની તમામ હદ પાર, વૃદ્ધે વાછરડી સાથે કર્યું ના કરવાનું કામ, CCTV Videoથી ફૂટ્યો ભાંડો

  ફગવાડા એસએચઓનો વીડિયો પણ વાયરલ થયો હતો

  તમને જણાવી દઈએ કે, પંજાબમાં એક શાકભાજીની લારીને ફૂટબોલની જેમ લાત મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં પોલીસ અધિકારી ગરીબ શાકભાજીની ટોકરીને લાત મારીને ફેંકી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી હોબાળો મચી ગયો હતો અને આરોપી એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફગવાડા એસએચઓ નવદીપ સિંહ શાકભાજીની ટોકરીને લાત મારતા નજરે પડ્યા હતા, જેના કારણે પોલીસ અધિકારીએ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા મજબૂર બન્યા હતા.
  Published by:kiran mehta
  First published: