રેપ-મર્ડરના દોષી રામ રહીમને હરિયાણા સરકારે ગૂપચૂપ રીતે આપ્યા પેરોલ

રેપ-મર્ડરના દોષી રામ રહીમને હરિયાણા સરકારે ગૂપચૂપ રીતે આપ્યા પેરોલ
રામ રહીમ

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ (Gurmeet Ram Rahim)એ પોતાની બિમાર માતાને મળવા માટે એક દિવસ માટેની પેરોલ માંગી હતી. તેમને સુનારિયા જેલથી ગુરુગ્રામ હોસ્પિટલ સુધી ભારે સુરક્ષાની વચ્ચે લઇ જવામાં આવ્યા.

  • Share this:
    ચમન શર્મા, રોહતક : રેપ અને હત્યા કેસના દોષી અને ઉમરકેદની સજા ભોગવી રહેલા હરિયાણાના (Hariyana) ડેરા સચ્ચા સોદાના મુખી ગુરમીત રામ રહીમને (Gurmeet Ram Rahim) હાલમાં એક દિવસ માટેની પેરોલ આપવામાં આવી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ રામ રહીમને 24 ઓક્ટોબરના રોજ આ પેરોલ આપવામાં આવી હતી. અને તેની જાણકારી હવે બહાર આવી છે. ડેરા પ્રમુખ પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષી જાહેર થયા પછી કોર્ટે તેમને ઉમરકેદની સજા પણ સભળાવી હતી. અને તે આ કેસમાં રોહતકની જેલમાં બંધ છે. સુત્રોએ જણાવ્યું કે રામ રહીમે પોતાની બિમાર માને મળવા માટે એક દિવસની પેરોલ માંગી હતી.

    જે હાલ ગુરુગ્રામમાં એક હોસ્પિટલમાં બંધ છે. ડેરા પ્રમુખને સુનારિયા જેલથી ગુરુગ્રામ હોસ્પિટલ સુધી ભારે સુરક્ષાની વચ્ચે લઇ જવામાં આવ્યા હતા. સુત્રોનું કહેવું છે કે રામ રહીમ 24 ઓક્ટોબરના રોજ સાંજે પોતાની બીમાર માતાને મળ્યા હતા અને તેની સાથે રહ્યા હતા. સુત્રોએ આ સાથે જ જણાવ્યું કે હરિયાણા પોલીસની ત્રણ ટુકડીઓ આ માટે તૈનાત રહી હતી. અને એક ટુકડીમાં 80 થી 100 જવાન હતા.



    ડેરા ચીફને જેલથી પોલીસ એક ગાડીમાં લાવી હતી. જાણવા મળ્યું છે કે રોહતક પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામ સોપવામાં આવ્યું હતું. અને 24 ઓક્ટોબરે સવારથી લઇને સાંજ સુધી તેમણે આ સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી.

    વધુ વાંચો : આ ધનતેરસ પર સોનું નહીં ગોલ્ડ બોન્ડ ખરીદો, સરકાર તમને આપી રહી છે આ સોનેરી તક

    કહેવામાં આવી રહ્યું છે કે જેલથી રામ રહીમને બહાર નીકાળવાની વાતને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. અને સરકારની તરફથી આ બધુ ખૂબ જ ગુપચુપ રીતે કરવામાં આવ્યું હતું. આ મામલે હરિયાણાના કેટલાક વરિષ્ઠ સરકારી અધિકારીઓ સિવાય કોઇને કશી પણ જાણકારી નહતી. અનેક પોલીસવાળાને પણ આ વાતની ખબર નહતી કે કોની સુરક્ષા માટે તેમને તૈનાત કરવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે કે આ પહેલા પણ રામરહીમને પેરોલ આપવાની વાત સામે આવી હતી. જો કે ત્યારે સરકારે તેમને પેરોલ આપવાની મનાઇ કરી હતી. તેમની પર લાગેલા સગીન આરોપોને જોતા તે સમયે સરકારે તેમને પેરોલ આપવાની છૂટ નહતી આપી. પણ હવે પેરોલ આપવા પર અને સરકારની તરફથી આ તમામ વસ્તુઓ ખૂબ જ ખાનગી રાખવા પર અનેક સવાલ ઊભા થયા છે.
    Published by:Chaitali Shukla
    First published:November 07, 2020, 12:59 pm

    ટૉપ ન્યૂઝ