માનહાનિના મામલામાં દિલ્લીના સીએમ અરવિંદ કેજરવાલ દ્વારા અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજેઠિયાને પત્ર લખીને માફી માંગવાને લઈને આપમાં ધમાસણ ચાલી રહ્યું છએ. આમ આદમી પાર્ટીના પંજાબ વિસ્તારમાં ઘણો જ અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પંજાબ પ્રદેશના અધ્યક્ષ ભગવંત માને રાજીનામું આપી દીધું છએ. આ સાથે જ તેમણે કહ્યું કે પંજાબમાં ડ્રગ્સ અને ભ્રષ્ટાચારને લઈને તેમની લડાઈ ચાલુ રહેશે.
આ પહેલા આમ આદમી પાર્ટીના પંજાબ વિધાનસભાના વિપક્ષ નેતા સુખપાલ ખેહરા અને પૂર્વ પત્રકાર અને સીનિયર વિધાયક કંવર સંધૂએ ખુલ્લેઆમ ટ્વીટ કરીને કેજરીવાલને ઘેરીને બિક્રમ સિંહ મજેઠિયા પાસે માંગવામાં આવેલી માફીને પંજાબની જનતા સાથે દગો કર્યો હોવાનું જણાવ્યું અને પંજાબની જનતા પાસે માફી માંગી.
જણાવી દયે કે નાણાં મંત્રી અરૂણ જેટલી, પરિવહન મંત્રી નિતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ સમેત સહીતના નેતાઓએ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાલખ કર્યો છે. દિલ્લી સરકાર અને સીએમના નજીકના સુત્રોના જણાવ્યા અનુસાર માનહાનિ કેસની સુનાવણીના કારણે અદાલતમાં કેજરવાલને કલાકો નષ્ટ કરવા પડે છે. જેની અસર પ્રશાસનના કામકાજ પર પડી રહી છે. જેથી હવે અરવિંદ કેજરીવાલની કોશિશ છે કે વાતચિત અને માફીના માધ્યમથી વાતને પુરી કરવામાં આવે, જેથી તેને મજેઠિયા પાસે માફી માગી છે.
અકાલી દળના સનિયર નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી બિક્રમ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને આપના લેટર હેડ પર અરવિંદ કેજરીવાલ તરફથી લખવામાં આવેલી ચિઠ્ઠી બતાવી હતી. જેમાં અરવિંદ કેજરીવાલે પંજાબ ચૂંટણી પ્રચાર દરમિયાન રેલીઓ, ટીવી ડિબેટ અને સમાચારપત્રોને આપવામાં આવેલા ઇન્ટરવ્યુ દરિમિયાન મજેઠીયા અને તેમના પરિવાર પર લગાવવામાં આવેલા ડ્રગ્સ અને ભ્રષ્ટાચારના તમામ આરોપો પર માફી માંગી છે.
ચાલુ રહેશે ડ્રગ વિરૂદ્ધ તપાસની માગ અકાલી નેતાની માફી માંગવાને લઇ આપનું પંજાબ યુનિટ પણ નારાજગી વ્યક્ત કરાઇ રહી છે. પંજાબમાંથી આપ ધારાસભ્ય અને વિપક્ષના નેતા સુખપાલ સિંહ ખૈરાએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'અરવિંદ કેજરીવાલની માફી માંગવાથી અમે સંપૂર્ણપણે સ્તબ્ધ છીએ. અમને એ વાતનો સ્વીકાર કરવામાં કોઇ શરમ નથી કે અમારી સાથે આ અંગે કોઇ ચર્ચા કરાઇ નથી'.
I fail to understand the timing of Kejrewal’ apology when STF of PB has stated to the High Court today that there’s substantial evidence to proceed against Bikram Majitha on the issue of drugs-khaira @ZeeNews@News18India@thetribunechd
કંવર સંધુએ કર્યું ટ્વીટ કંવર સંધુએ ટ્વીટ કરીને લખ્યું કે, 'CMએ માફી માગ્યા બાદ પણ અમે પંજાબમાં ડ્રગ્સના કારોબાર અને મજેઠિયાની વિરૂદ્ધ CBI તપાસની માગ કરતા રહીશું. સત્ય માટે આપ હંમેશા લડતું આવ્યું છે અને લડતું રહેશે. '
We in AAP still demand a cbi inquiry into the drug trade in punjab and involvement of political leaders. Our fight for truth and justice continues.#punjabdrugs
જણાવી દયે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અકાલી દળના નેતા બિક્રમ મજેઠિયા દ્વારા તેમના પર કરાયેલ માનહાનિ કેસમાં માફી માંગી લીધી છે. પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન કેજરીવાલે તેમને ડ્રગ માફિયા ગણાવ્યા હતા. આ સંબંધમાં લેખિત માફી કોર્ટમાં જમા કરાવી છે. જો કે આમ આદમી પાર્ટી (AAP) હવે પોતાના નેતાઓ પર ચાલી રહેલા માનહાનિના તમામ કેસ ખત્મ કરવાની કોશિષમાં લાગી ગયું છે.
આમ માફી પત્રમાં કેજરીવાલે આગળ લખ્યું છે કે બિક્રમ મજેઠિયા વિરૂદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો પાછા લઈએ છીએ. સાથે જ આ આરોપોને લઈને તેમના પરિવાર અને મિત્રોને જે દુખ થયું છે તેના માટે પણ દિલગીર છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર