ડોક્ટર્સની સલાહ - માઈકલ જેક્સનની જેમ ડાંસ ન કરો, કમર તૂટી જશે

News18 Gujarati
Updated: May 23, 2018, 2:19 PM IST
ડોક્ટર્સની સલાહ - માઈકલ જેક્સનની જેમ ડાંસ ન કરો, કમર તૂટી જશે

  • Share this:
માઈકલ જેક્સનના ડાંસની પુરી દુનિયા ફેન છે. દરેક કોઈ તેની જેમ ડાંસ કરવાની ઈચ્છા રાખે છે, અને તેનો વીડિયો જોઈ તેની નકલ કરે છે. પરંતુ માઈકલ જેક્શનના ડાંસની નકલ કરનારાઓને પીજીઆઈ ડોક્ટર્સોએ આવુ ન કરવાની સલાહ આપી છે.

ભલે માઈકલ જેક્શન આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ ચંદીગઢ સ્થિત મેડિકલ સંસ્થા પીજીઆઈએમઈઆરના ત્રણ ન્યૂરો સર્જન નિશાંત એસ. યાગ્નિક, મંજૂલ ત્રિપાઠી અને સંદિપ મોહિન્દ્રાએ તેમના સ્મૂથ ક્રિમિનલમાં એંટિગ્રેટિવ ભલામણ સંભંધમાં ન્યૂરોસર્જન દ્વારા એક અભ્યાસ કર્યો છે.

માઈકલ જેક્સનની નકલ કરવી પડી શકે છે ભારે

આ શોધમાં સામે આવ્યું કે, માઈકલ જેક્સનની નકલ ડાંસરોને ભારે પડી શકે છે. આના કારણે ડાંસરોની કમ્મરની હડ્ડીને નુકશાન પહોંચી શકે છે. ન્યૂરો સર્જનનું માનીએ તો, માઈકલ જેક્શનની જેમ ડાંસ કરવાનો પ્રયાસ કરવાથી ડાંસરોની કમ્મરની હડ્ડીમાં કેટલીક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.

ડાંસરો ન કરે માઈકલ જેક્શનની નકલ
ન્યૂરો સર્જને ડાંસરોને માઈકલ જેક્સનની નકલ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું ચે કે, આ રીતની નકલ કરવાથી કમરની હડ્ડીમાં સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. ડો. ત્રિપાઠીએ કહ્યું કે, મારી ક્લિનિક પ્રેક્ટિસ સમયે મે ડાંસરોની કમ્મરની હડ્ડીમાં કેટલીક સમસ્યા જોઈ, જેમાં માંસપેશીઓ ફાટવું, ડિસ્ક સંબંધી પ્રોબલમ અને ગ્રીવા અસ્થિમાં ચિરાડ પડવા જેવી સમસ્યાઓ શામેલ છે.
First published: May 23, 2018
વધુ વાંચો
अगली ख़बर