Home /News /national-international /

શિખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાને આપી દુનિયાની સૌથી મોટી ભેટ, સિદ્ધૂ બન્યા કારણભૂત

શિખ શ્રદ્ધાળુઓને પાકિસ્તાને આપી દુનિયાની સૌથી મોટી ભેટ, સિદ્ધૂ બન્યા કારણભૂત

પાકિસ્તાન કરતારપુર કોરીડોર ખોલવા માટે રાજી થઈ ગયું છે. હવે વિઝા વગર ભારતીય લોકો પાકિસ્તાન સ્થિત કરતારપુર ગુરૂદ્વારાના દર્શન કરી શકશે.

પાકિસ્તાન કરતારપુર કોરીડોર ખોલવા માટે રાજી થઈ ગયું છે. હવે વિઝા વગર ભારતીય લોકો પાકિસ્તાન સ્થિત કરતારપુર ગુરૂદ્વારાના દર્શન કરી શકશે.

    પાકિસ્તાન કરતારપુર કોરીડોર ખોલવા માટે રાજી થઈ ગયું છે. હવે વિઝા વગર ભારતીય લોકો પાકિસ્તાન સ્થિત કરતારપુર ગુરૂદ્વારાના દર્શન કરી શકશે. નવજોત સિંહ સિદ્ધૂએ પાકિસ્તાન સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે, પંજાબના લોકો માટે આનાથી મોટી ખુશી બીજી કંઈ જ ના હોઈ શકે.

    સિદ્ધૂએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું, આજે મારૂ જીવન સફળ થઈ ગયું. કરોડો શિખોની મુરાદ (ઈચ્છા) પૂરી થઈ ગઈ છે, મારા માતા-પિતા ડેરા નાનક અને કરતારપુર અરદાસ કરવા માટે જતા હતા. પાકિસ્તાનના મારા મિત્ર ઈમરાન ખાનના આ નિર્ણય પર હું તેમનો આભાર વ્યક્ત કરૂ છું. જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધૂ ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાન ગયા હતા. ત્યાં પાક આર્મી ચીફ કમર જાવેદ બાજવાથી ગળે મળ્યા હતા જેથી તેમને ઘણી બધી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સિદ્ધૂએ તે વખતે કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી કરતારપુર માટે કોરીડોર ખોલવાની વાત કરવામાં આવી હતી અને હું ખુશ થઈ ગયો અને તેમને ભેટી પડ્યો હતો. સિદ્ધૂએ કહેલી વાત ટૂંક સમયમાં જ સાચી સાબિત થઈ છે અને પાકિસ્તાને શિખ શ્રદ્ધાળુંઓને તેમના જીવની સૌથી મોટી ભેટ આપી દીધી છે.

    પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ(ફાઈલ ફોટો)


    જણાવી દઈએ કે, 22 સપ્ટેમ્બરે શ્રી ગુરૂ નાનક દેવજીની 550મી પુણ્યતિથિ પર કરતારપુર કોરીડોર ખોલવામાં આવશે. 22 સપ્ટેમ્બર, 1939ના દિવસે શ્રી નાનક દેવ જીનું મૃત્યુ કરતારપુરમાં થયું હતું અને ત્યાં જ તેમનું સમાધિ સ્થળ છે, જેને કરતારપુર સાહિબ નામથી ઓળખવામાં આવે છે. તેથી આ તારીખ નિર્ધારિત કરવામાં આવી છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन