ગુરુગ્રામ : શુક્રવારે ગુરુગ્રામમાં મોટી દૂર્ઘટના બની હતી. રહેણાક વિસ્તારમાં આકાશમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. સેક્ટર-82ની વાટિકા સિગ્નેચર વિલા સોસાયટીમાં વીજળી પડી હતી. જેમાં સોસાયટીમાં કામ કરતા હોર્ટીકલ વિભાગના કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ભયાનક ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં શુક્રવારે વરસાદ પડ્યો હતો. દિલ્હી, નોઇડા, ગાજિયાબાદ અને ગુરુગ્રામ સહિત એનસીઆરના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે 12 માર્ચે દિલ્હીમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરી હતી.
વરસાદના એક દિવસ પહેલા દિલ્હી અને એનસીઆરની હવા ખરાબ બની હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી જાહેર એક ક્વોલિટી બુલેટિનના મતે ગુરુવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ 242 નોંધાયો હતો. ફરિદાબાદમાં 277, ગાજિયાબાદમાં 287 અને ગ્રેટર નોઇડામાં 307 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો.
ત્રણ દિવસ પહેલા પણ દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડ્યો હતો. આ કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર