રામ રહિમનો પર્દાફાશ કરનાર આ પત્રકાર ક્યારેક વકીલ પણ હતો

રામ રહીમના આ કાળા કારનામાને દુનિયા સામે પહેલી વખત લાવનારા પત્રકાર રામચંદ્ર છત્રપતિ હતા

રામ રહીમના આ કાળા કારનામાને દુનિયા સામે પહેલી વખત લાવનારા પત્રકાર રામચંદ્ર છત્રપતિ હતા

 • Share this:
  વર્ષ 2017માં હરિયાણા સ્થિત પંચકુલાની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત સિંહ રામ રહીમને બળાત્કાર મામલામાં તો દોષી જાહેર કર્યો હતો. સાથે આજે પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના મામલામાં પણ દોષી જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવી છે. રામ રહીમને રેપ કેસમાં સજા મળ્યા બાદ, તેમના અનુયાયીઓએ દેશના કેટલાક રાજ્યો જેમાં હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન અને યૂપીમાં ઘણો હંગામો કર્યો હતો. શું તમે જાણો છો કે, રામ રહીમનું આ કાળુ સત્ય બહાર લાવવાનું કામ કોણે કર્યું હતું?

  રામ રહીમના આ કાળા કારનામાને દુનિયા સામે પહેલી વખત લાવનારા પત્રકાર રામચંદ્ર છત્રપતિ હતા, જેમના હત્યાના મામલામાં આરોપી રામ રહીમને આજે આજીવન કેદની સજા સંભલાવવામાં આવી છે. એટલું જ નહી, આ કથિત રેપના સમાચાર પોતાના સમાચારપત્ર, 'પૂરા સચ'માં છાપવાના થોડા જ મહિનામાં છત્રપતિની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.

  ક્યારેક વ્યવસાયે વકિલ રહેલા છત્રપતિએ વર્ષ 2000માં 'પૂરા સચ' સમાચારપત્ર શરૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2002માં છત્રપતિને એક અજાણી ચિટ્ઠી મળી, જેના દ્વારા ડેરામાં સાધ્વિઓના યૌન શોષણનો ખુલાસો થયો. છત્રપતિએ નિડરતાથી આ ચિટ્ઠી પોતાના સમાચારપત્રમાં છાપી દીધી, ત્યારબાદ તેમને મારી નાખવાની ધમકીઓ પણ મળવા લાગી હતી.

  ચત્રપતિને વર્ષ 2002ના 19 ઓક્ટોબરના રોજ તેમના ઘરની સામે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 21 ઓક્ટોબરે તેમનું મોત નિપજ્યું હતું. છત્રપતિના દીકરા અંશુલ અનુસાર, હત્યાની રાત્રે જ્યારે તેમનો પરિવાર જમવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે જ કોઈએ બહારથી પિતાને અવાજ લગાવી બોલાવ્યા.

  છત્રપતિ જોવા માટે બહાર ગયા તો, તેમની પાચલ અંશુલ પણ હતો. તેણે જોયું કે, બહાર સ્કૂટર પર બે લોકો ઉભા છે અને બંનેના હાથમાં રિવોલ્વર છે. આ મુદ્દે તે લોકો સમજે તે પહેલા તો તેમાંથી એક વ્યક્તિએ ફાયરિંગ શરૂ કરી દીધુ. છત્રપતિને પાંચ ગોળી વાગી અને તે નીચે પડી ગયા. તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં બે દિવસ બાદ તેમનું મોત નિપજ્યું.
  Published by:kiran mehta
  First published: