Home /News /national-international /ઘરકંકાસ! 4 વર્ષના પુત્ર અને પત્નીને ગોળીમારી કરી પોતે પણ કર્યો આપઘાત, 'ત્રણે તરફડી રહ્યા હતા'

ઘરકંકાસ! 4 વર્ષના પુત્ર અને પત્નીને ગોળીમારી કરી પોતે પણ કર્યો આપઘાત, 'ત્રણે તરફડી રહ્યા હતા'

પંજાબમાં પતિએ પત્ની અને બાળકની હત્યા કરી આપઘાત કર્યો

પાડોશીઓ દરવાજો તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ઘરની અંદર લોહીનો ખાબોચીયા ભરાઈ ગયા હતા અને ત્રણે લોકો તરફડી રહ્યા હતા

  ચંદીગઢ : સોમવારે રાત્રે પંજાબના અમૃતસર જિલ્લાના ગુરુ તેગ બહાદુર નગરમાં એક ફાઇનાન્સરે પોતાની પત્ની અને 4 વર્ષના બાળકને ગોળી મારીને પોતે પણ આપઘાત કરી લીધો હતો. ઘરેલું ઝઘડો આત્મહત્યાનું કારણ હોવાનું કહેવાય છે. રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્યારે પાડોશીઓએ ગોળીબારીનો અવાજ સાંભળીને ફાઇનાન્સરના ઘરે પહોંચ્યા, ત્યાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા. મોડી રાત્રે આ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

  સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી કેસની તપાસ શરૂ કરી હતી. મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી છે, જે પોલીસે કબજે લીધી છે. હાલ પોલીસ આ મામલે કંઇ બોલવા તૈયાર નથી. યુવકની ઓળખ વિક્રમજીતસિંહ તરીકે થઈ છે. તેની પત્નીનું નામ કિરણદીપ કૌર હતું અને બાળકનું નામ વરસિરત સિંહ હતું, જે ફક્ત 4 વર્ષનો હતો.

  આ પણ વાંચો - સુરત: ધોરણ 8ની તરૂણીએ આપઘાત કર્યો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ

  4 વર્ષના બાળકની પણ હત્યા કરાઈ હતી

  મળતી માહિતી મુજબ, મકબુલપુરા રહેવાસી વિક્રમજિત સિંહ ફાઇનાન્સર તરીકે કામ કરતો હતો. થોડા સમયથી ઘરકંકાસને લઈ તેપરેશાન હતો. આને કારણે તેણે સોમવારે રાત્રે 10 વાગ્યે પત્નીને પ્રથમ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેના 4 વર્ષના બાળકની હત્યા કરી હતી. અંતે તેણે તે જ પિસ્તોલથી પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને કબજે કરી હતી.

  આ પણ વાંચો - પંચમહાલ : પાપી પ્રેમી! કોલેજીયન યુવતીએ કર્યો આપઘાત, જુઓ સુસાઈડ નોટમાં ઠાલવી દર્દભરી વ્યથા

  ચારે બાજુ લોહીના ખાબોચીયા ભરાયા

  જાણવા મળે છે કે, ઘટનાને અંજામ આપ્યા પહેલા વિક્રમજિત સિંહ માન પહેલા તેના એક પડોશી પાસેથી પિસ્તોલ લાવ્યો હતો. સળંગ ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો તેના ઘર તરફ દોડી ગયા હતા અને કોઈક રીતે દરવાજો તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ઘરની અંદર લોહીનો ખાબોચીયા ભરાઈ ગયા હતા અને ત્રણે લોકો તરફડી રહ્યા હતા. હોસ્પિટલમાં લઈ જતાં પહેલા જ ત્રણેયનું મોત નીપજ્યું હતું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Crime news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन