નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ચંદીગઢના સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં કલમ-354, 354A, 354B, 342, 506 IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. માહિતી અનુસાર, 30 ડિસેમ્બર, 2022 ના રોજ, લેડી કોચ ચંદીગઢ પોલીસ હેડ ક્વાર્ટર ગઈ અને એસએસપીને મળી અને પોતાની ફરિયાદ નોંધાવી.
ચંડીગઢ: હરિયાણાના રમતગમત મંત્રી સંદીપ સિંહે તેમના પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો વિભાગ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને સોંપી દીધો છે. મીડિયાને આ અંગેની માહિતી આપતાં તેમણે કહ્યું કે, 'તમે બધા જાણો છો કે મારી ઈમેજને કલંકિત કરવામાં આવી રહી છે. એક જુનિયર કોચે મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. હું ઈચ્છું છું કે, આ ખોટા આરોપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. રિપોર્ટ આવે ત્યાં સુધી નૈતિકતા અને માનવતાના આધારે હું મારો વિભાગ મુખ્યમંત્રીને સોંપું છું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થયા બાદ મુખ્યમંત્રી મારા મંત્રીપદ અંગે નિર્ણય લેશે.
ચંદીગઢ પોલીસે ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી અને હરિયાણાના ખેલ મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ મહિલા કોચની છેડતીનો કેસ નોંધ્યો છે. ચંદીગઢના એસપી (એસપી ચંદીગઢ) ને મળ્યા બાદ મહિલા કોચે ખેલ મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હવે મંત્રી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ચંદીગઢના સેક્ટર 26 પોલીસ સ્ટેશનમાં કલમ-354, 354A, 354B, 342, 506 IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. માહિતી અનુસાર, 30 ડિસેમ્બર, 2022 ના રોજ, લેડી કોચ ચંદીગઢ પોલીસ હેડ ક્વાર્ટર ગઈ અને એસએસપીને મળી અને પોતાની ફરિયાદ નોંધાવી. આ પછી ઉચ્ચ અધિકારીઓએ આ મામલો તપાસ માટે પોલીસ સ્ટેશન 26માં મોકલી આપ્યો હતો. હવે કેસ નોંધવામાં આવ્યો છે.
જુનિયર મહિલા કોચે આરોપ લગાવ્યો છે કે મંત્રીએ તેને ચંદીગઢ સ્થિત પોતાના ઘરે બોલાવીને છેડતી કરી હતી. મહિલાએ જણાવ્યું કે થોડા મહિના પહેલા તે પંચકુલામાં રમતગમત વિભાગમાં કોચ તરીકે જોડાઈ હતી, પરંતુ મંત્રીએ દરમિયાનગીરી કરીને તેની બદલી ઝજ્જરમાં કરાવી હતી. મહિલા કોર્ચે INLD નેતા અભય ચૌટાલા સાથે મુલાકાત કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી. આરોપ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના બહાને મંત્રીએ તેને ચંદીગઢના સેક્ટર-7માં પોતાની કોઠીમાં બોલાવી હતી.
સંદીપ સિંહે શું કહ્યું
ખેલ રાજ્ય મંત્રી સંદીપ સિંહે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને મહિલા કોચના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું હતું કે મહિલા કોચની બદલી કરવામાં આવી હતી, તેથી જ તે આરોપો લગાવી રહી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર