Love Marriageનો કરૂણ અંત, પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા, 1 વર્ષના દીકરાને લઈ ફરાર

Love Marriageનો કરૂણ અંત, પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા, 1 વર્ષના દીકરાને લઈ ફરાર
હોળીના દિવસે ઝઘડો એટલો ઉગ્ર હદે પહોંચી ગયો કે બે વર્ષનું લગ્ન જીવન પીંખાઈ ગયું, માસૂમ દીકરાએ માતાનો ખોળો ગુમાવ્યો

હોળીના દિવસે ઝઘડો એટલો ઉગ્ર હદે પહોંચી ગયો કે બે વર્ષનું લગ્ન જીવન પીંખાઈ ગયું, માસૂમ દીકરાએ માતાનો ખોળો ગુમાવ્યો

  • Share this:
    ચંદીગઢ. પંજાબ (Punjab)ના લુધિયાણા જિલ્લા (Ludhiana District)માં હોળી (Holi)ના દિવસે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દારૂડીયા પતિએ પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા (Murder) કરી દીધી અને પછી પોતાના એક વર્ષના દીકરાની સાથે લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. મહિલાની ઓળખ 21 વર્ષીય લક્ષ્મીના રૂપમાં થઈ છે. ઘટનાની સૂચના મળતા જ પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસમાં લાગી ગઈ.

    મૃતક લક્ષ્મીના બે વર્ષ પહેલા આરોપી પતિની સાથે લવ મેરેજ થયા હતા. તેમનો એક વર્ષનો દીકરો પણ છે. આરોપી એક ફેક્ટરીમાં કામ કરે છે અને મૂળે ઉત્તર પ્રદેશના ઉન્નાવનો રહેવાસી છે. આરોપીને દારૂની લત લાગી ગઈ છે. આરોપી પતિ દારૂની લતના કારણે જ પહેલા પણ પત્ની સાથે અનેકવાર મારઝૂડ કરતો હતો. બે વર્ષ પહેલા જ આરોપીએ મૃતક લક્ષ્મી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ અનેકવાર બંને વચ્ચે ઝઘડા થયા હતા. અનેકવાર મોહલ્લામાં પડોશીઓએ તેમને વચ્ચે ઝઘડો શાંત કરાવ્યો હતો.



    આ પણ વાંચો, પંજાબી સિંગર દિલજાનનું માર્ગ દુર્ઘટનામાં નિધન, 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું નવું ગીત

    આ પણ વાંચો, ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોવિડ-19 પોઝિટિવ, ઘરમાં જ થઈ આઇસોલેટ

    પોલીસે કહી આ વાત

    આરોપી પતિનો સોમવારે પણ કોઈ વાતને લઈ પોતાની પત્ની સાથે ઝઘડો થયો. ત્યારબાદ ગુસ્સામાં તેણે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે લાશને કબ્જામાં લઈ લીધી છે અને આરોપીની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તેમણે મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને આરોપી ટૂંક સમયમાં જ પોલીસની પકડમાં હશે.
    Published by:Mrunal Bhojak
    First published:March 30, 2021, 12:56 pm

    ટૉપ ન્યૂઝ