Home /News /national-international /PNB ફ્રોડ: ચંદા કોચર અને શીખા શર્માની થઇ શકે છે પૂછપરછ

PNB ફ્રોડ: ચંદા કોચર અને શીખા શર્માની થઇ શકે છે પૂછપરછ

પીએનબી ફ્રોડ મામલે મોટી કાર્યવાહી: સીબીઆઈએ 'ગીતાંજલિ ગ્રુપ'ના વાઇસ-પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ) વિપુલ ચૈતાલીયાને મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લીધા

પીએનબી ફ્રોડ મામલે મોટી કાર્યવાહી: સીબીઆઈએ 'ગીતાંજલિ ગ્રુપ'ના વાઇસ-પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ) વિપુલ ચૈતાલીયાને મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લીધા

પંજાબ નેશનલ બેન્ક સાથે 12,000 કરોડ રૂપિયાથી પણ વધુની 'લોન ફ્રોડ' મામલાની તપાસનું વર્તુળ હવે બીજી બેંકો સુધી પણ વિસ્તરી રહ્યું છે. આ મામલે "સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ' દ્વારા હવે ICICI  બેન્કના ચંદા કોચર અને એક્સિસ બેન્કના ચીફ શિખા શર્માની પણ પૂછપરછ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટોપની આ બંને બેન્કની અધિકારીઓએ કોન્સોર્ટિમના સભ્યો હતા જયારે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીની કંપનીઓ માટે લોનને મંજૂરી આપવામાં આવી હતી. આ કેસમાં આ બંને ઉપરાંત અન્ય 31 બેન્કના અધિકારીઓની પૂછપરછની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ જયપુર, કારુર વૈશ્ય  બેન્ક સહિતની અન્ય બેન્કના અધિકારોને પણ પૂછપરછ માટે જલ્દીથી બોલાવવામાં આવશે.

દેશના ઇતિહાસના સૌથી મોટા બેન્ક લોન ફ્રોડ કેસમાં સીબીઆઈએ મંગળવારે મોટી કાર્યવાહી કરી હતી અને ગીતાંજલિ ગ્રૂપના વાઇસ પ્રેસિડેન્ટ (ઓપરેશન્સ) વિપુલ ચૈતાલીયાની મુંબઈ એરપોર્ટથી અટકાયત કરી હતી અને તેમને કસ્ટડીમાં લીધા હતા. જો કે સીબીઆઈએ હજુ સુધી તેમની ધરપકડ કરી નથી પરંતુ પુછપરછ માટે જ હિરાસતમાં લીધા છે.

સીબીઆઈએ આ આગાઉ રવિવારે નીરવ મોદીના બે કર્મચારીઓ અને એક ઑડીટરની ધરપકડ કરી હતી. આ સાથે ગીતાંજલિ ગ્રૂપના એક ડિરેક્ટરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

પીએનબી લોન ફ્રોડના આ કેસમાં સંખ્યાબંધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન, નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ (એનસીએલટી) એ 60થી વધુ એકમોને વેંચવાની મનાઈ ફરમાવી છે, આ એકમોમાં મુખ્યત્વે નીરવ મોદી, મેહુલ ચોક્સી, અન્ય વ્યક્તિઓ તથા કંપનીની ભાગીદારી વાળા એકમોના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ.12,700 કરોડના પીએનબીની છેતરપીંડીના મામલામાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી મુખ્ય આરોપીઓ છે. તેમની કંપનીઓમાં ગીતાંજલિ જેમ્સ, ગિલી ઇન્ડિયા, નક્ષત્ર બ્રાન્ડ તથા ફાયર સ્ટાર ડાયમંડનો સમાવેશ થાય છે.
First published:

Tags: Bank Fraud, ICICI, Investigation, Nirav Modi, PNB, સીબીઆઇ